//

ગીર સોમનાથઃ સામાન્ય ઝઘડાએ બે ભાઈઓનો ભોગ લીધો, ગુસ્સામાં ભાઈએ ભાઈની હત્યા કરી, પસ્તાવો થતાં કર્યો આપઘાત

કોડીનારના માલશ્રી ગામમાં ગત રાત્રે બે પિતરાઈ ભાઈ મહેશગીરી મોહનગીરી ગોસ્વામી અને હરેશગીરી નરવાગીરી ગોસ્વામી વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ અને ત્યારબાદ આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ,

ગીર સોમનાથઃ અત્યારે સંબંધોના ખૂન થવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે ગીર સોમનાથના કોડિનારમાં બે ભાઈભાઈ વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી નાંખી હતી. સામાન્ય ઝઘડામાં ભરેલા ઘાતકી પગલા બાદ ભાઈને પસ્તાવો થતાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ દર્દનાક ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.

ચકચારી ઘટના અંગે વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માલશ્રી ગામમાં ગઈ કાલે બે પિતરાઈ ભાઈ વચ્ચે ખુની ખેલ ખેલવામાં આવ્યો હતો. સામાન્ય ઝગડામાં ગુસ્સે ભરાયેલા ભાઈએ પોતાના પિતરાઈ ભાઈને કુલ્હાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ હત્યા કર્યાનો પછતાવો છતા પોતે પણ કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. આ મામલે પોલીસે સ્થળ પર પહોંચી મામલો હાથ પર લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, કોડીનારના માલશ્રી ગામમાં ગત રાત્રે બે પિતરાઈ ભાઈ મહેશગીરી મોહનગીરી ગોસ્વામી અને હરેશગીરી નરવાગીરી ગોસ્વામી વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ અને ત્યારબાદ આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ,

જેમાં મહેશગીરી ગોસ્વામીએ કુલ્હાડીથી પિતરાઈ ભાઈ હરેશગીરી ગોસ્વામીને માથામાં, ગળામાં અને પીઠ પર ઉપરા છાપરી વાર કરી દીધા, આ હુમલામાં હરેશગીરીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ મહેશગીરીને પછતાવો થતા તેણે પણ કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતકના પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, તો બીજી બાજુ હત્યા કોણે કરી દે બાજુ તપાસ કરતા મારનાર ભાઈની શોધખોળ શરૂ કરી હતી.

જેમાં કુવા પાસેથી તેના ચંપલ મળી આવ્યા હતા, અને ત્યારબાદ કુવામાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. એક જ ગામમાં રહેતા બે પિતરાઈ ભાઈના આ પ્રકારે મોત થતા પુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.