///

કોરોનાનું લાગ્યું ગ્રહણ: ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહી યોજાઈ

જૂનાગઢમાં પુરાતન કાળથી યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહમ લાગતા બંધ રાખવી પડી છે. મધ્ય યુગ બાદ પ્રથમવાર લીલી પરિક્રમા બંધ રાખવાની શનિવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જૂનાગઢના જિલ્લા કલેક્ટર સૌરભ પરધીએ લીલી પરિક્રમા ચાલુ વર્ષે બંધ રાખવામાં આવી હોવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, કોરોના મહામારીને પગલે તેમજ સર્જાયેલી પરિસ્થિતને ધ્યાનમાં લઇને સાવચેતીના ભાગરૂપે લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જૂનાગઢના જિલ્લા કલેક્ટરે કહ્યું કે, ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમામાં લોકોની ભીડ એકઠી થાય તો કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયે તેવી શક્યતા છે. જેને પગલે તંત્રએ લોકોને લીલી પરિક્રમા માટે ન આવવા અપીલ પણ કરી છે. હાલમાં કોરોના મહામારીને પગલે લીલી પરિક્રમા યોજી શકાશે નહીં. જેથી ભક્તો દુઃખી છે. દર વર્ષે કારતક સુધ અગ્યિારસની રાત્રે 12 વાગ્યાથી આ પરિક્રમા શરુ થાય છે અને કારતક સુદ પુનમે એટલે કે દેવ દિવાળીના દિવસે સંપન્ન થાય છે.

આ પરિક્રમામાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો તેમાં ભાગ લેતા હોય છે. આ પરિક્રમા ગરવા ગિરનારમાં 36 કિમીથી વધુના વિસ્તારમાં યોજાય છે. જેમાં ભક્તો-શ્રદ્ધાળુઓ જંગલમાં સ્થિત પૌરાણિક ધર્મસ્થળોના દર્શન કરીને પુણ્યનું ભાથું પણ બાંધે છે.

લીલી પરિક્રમાને લઈને એવી માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણના કાળથી આ પરિક્રમાં યોજાય છે. શ્રીકૃષ્ણએ પર્વતની પૂજા અને તેને ઇશ્વર સ્વરુપ માની પરિક્રમા કરવાનું લોકોને કહ્યું હતું. તો બીજી એવી પણ માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણએ શ્રાપમાંથી મુક્તિ માટે ગિરનારની પરિક્રમા કરી હતી. જો કે આ અંગે કોઇ વધુ માહિતી મળતી નથી.

વર્તમાન યુગમાં ભક્તો કારતક સૂદ અગિયારસે ભવનાથ તળેટીમાં રોકાણ કરી બીજા દિવસે સવારે દૂધેશ્વરમાંથી પરિક્રમા એ નીકળે છે. સૌથી પહેલાં જીણાબાવાની મઢીએ દર્શન કરી ખળખળિયા હનુમાન, સુરજકુંડ, વાસંતીનાગ, હેમાજળિયા કુંડ થઇને બોરદેવી માતાજીને ત્યાં રાત રોકાય છે. જ્યારે પરિક્રમાના ચોથા દિવસે બોરદેવીથી દૂધવન ઢોળાવાળી ખોડિયાર પર્વતની ઘોડી ચઢી ગિરનારની સીડીઓ પાસે પરિક્રમા પૂર્ણ કરે છે.

Leave a Reply

Your email address will not be published.