///

ગોવાના CM પ્રમોદ સાવંતે કહ્યું, ભગવાન CM બની જાય તો પણ તમામને નોકરી આપી શકે નહીં

ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત તે એક અજીબોગરીબ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, જો ભગવાન પણ ઈચ્છે તો પણ બધાને નોકરી ન આપી શકે. તેમણે કહ્યું કે, જો ભગવાન પણ મુખ્યપ્રધાન બની જાય ને તો પણ તેમના માટે આમ કરવું અસંભવ છે. પ્રમોદ સાવંત સ્વયંપૂર્ણ મિત્ર યોજના હેઠળ એક વેબ કોન્ફરન્સમાં પંચાયતના પ્રતિનિધિઓને સંબોધિત કરી રહ્યાં હતા.

જેમાં આ યોજના હેઠળ સરકારી અધિકારી પ્રત્યેક ગ્રામ પંચાયત સુધી પહોંચશે. સાથે જ એ સુનિશ્વિત કરવામાં આવશે કે, ક્ષેત્રની અંદર ઉપલબ્ધતા સંસાધનોનો ઉપયોગ કરીને દરેક ગામ આત્મનિર્ભર થઇ જાય. તેમણે કહ્યું કે, ‘તે બેરોજગારોની પણ 8 થી 10 હજાર રૂપિયા દર મહિને આવક હોવી જોઇએ. ગોવામાં ઘણી બધી નોકરીઓ છે પરંતુ બહારથી આવેલા લોકોમાં તેમાંથી ઘણી બધી નોકરીઓ પ્રાપ્ત કરી લીધી છે. આપણા સ્વયંપૂર્ણ મિત્ર બેરોજગારોને અંતરિયાળ વિસ્તારોમાં ઉપયુક્ત જોબ અપાવવામાં મદદ કરશે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, બેરોજગારીનો દર અત્યારે 15.4 ટકા પર પહોંચી ગયો છે. મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે આ મહિને કંફેડરેશન ઓફ ઇંડસ્ટ્રીઝના એક સમારોહમાં રાજ્યમાં ઝડપથી બેરોજગારી પર ચિંતા વ્યક્ત પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.