
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ૩ એપ્રિલ સુધીમાં યસ બેન્કનાં ખાતેદારોને નાણા ઉપાડવા માટે રૂ. ૫૦૦૦૦ની મર્યાદા મૂકાતા ખાતાધારકોમાં ફફડાટ જોવા મળયો છે. ખાતાધારકો પોતાના પૈસા હોવા છતાં પણ પરિસ્થિતિ પૈસા ના હોવા જેવી બની છે. યસ બેંકમાં ખાતા ધારકો સહિત, મોટા ઉધોગપતિઓ તેમજ સરકારના પણ પૈસા હલવાયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. બેન્કના ખાતામાં મહાપ્રભુ શ્રી જગન્નાથજી પણ બેંકમાં તેમના નાણા અંગે ચિંતિત છે યસ બેન્કમાં ઊગવાન જગન્નાથજીના ૫૪૫ કરોડ રૃપિયા જમા હોવાનું બહાર આવ્યુ છે. તેમજ અમદાવાદ, સુરત, વડોદરાના કોર્પોરેશનના પણ અબજો રૃપિયા ફયાયા હોવાનું બહાર આવ્યુ છે. રાજકોટ કોર્પોરેશન હેઠળ રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેકટનાં કેન્દ્વ તરફથી આવેલા ૧૬૪ કરોડ જેવી જંગી રકમ યશ બેંકમાં રાખી હોવાથી ફસાઇ ગઇ છે. ગુજરાત સરકારે આ બેંકની ૩ મહિના પહેલા જ જાણ કરી હતી કે, આ બેંકની અમે ગેંરેટી લેતા નથી.