///

સોના અને ચાંદીમાં ફરી એકવાર તેજીનો માહોલ

સોના અને ચાંદીમાં બે દિવસના ઘટાડા બાદ ફરી એકવાર ભાવ વધી ગયા છે. જેમાં સોનાના ડિસેમ્બર વાયદા 418 રૂપિયા વધીને 50,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. જોકે 170 રૂપિયા નીચે જ બંધ થયું છે. તો ગુરૂવારે સોનું 50282 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સોનું પોતાના ઉચ્ચતમ સ્તર પરથી હજુપણ લગભગ 600 રૂપિયા સસ્તું છે.

જો ચાંદીની વાત કરવામાં આવે તો શુક્રવારે તેમાં જોરદાર તેજી રહી. ચાંદીના ડિસેમ્બર વાયદા 748 રૂપિયા વધીને 60920 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયું હતું. જોકે ઇંટ્રા ડેમાં ચાંદીનો ભાવ 61326 રૂપિયા સુધી પણ પહોંચ્યો હતો.

દિલ્હી શહેરના સોની બજારમાં સોનું 50,812 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. તેના ગત સપ્તાહે કારોબારી સત્રમાં સોનું 50,544 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. એચડીએફસી સિક્યોરિટીઝે જાણકારી આપી હતી કે, ખરીદારી વધતાં ચાંદીના ભાવ પણ 1623 રૂપિયા ઉછળ્યા છે. તેનો ભાવ 60,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયો. ગત કારોબારી સત્રમાં તેનો બંધ ભાવ 59,077 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની તેજી સાથે 1873 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરતો જોવા મળ્યો, જ્યારે ચાંદી 23.32 ડોલર પ્રતિ ઔંસ પર ફ્લેટ રહી.

Leave a Reply

Your email address will not be published.