///

સોનું ચાર દિવસમાં ત્રીજીવાર થયું સસ્તું, ચાંદીમાં પણ થયો ઘટાડો

આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. MCX પર ગોલ્ડના ફેબ્રુઆરી વાયદામાં 260 રૂપિયા તૂટીને 49060ની આસપાસ કારોબાર રહ્યો છે. સોનામાં ચાર દિવસ દરમિયાન આ ત્રીજો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીની કિંમતોમાં પણ નરમાઇ જોવા મળી છે.

શુક્રવારે ગોલ્ડ 213 રૂપિયાની મજબૂતી સાથે બંધ થયું હતું. ઇંટ્રા ડે દરમિયાન સોનું આજે 49054 રૂપિયાના લેવલને અડક્યું. સોનાએ આ વર્ષે 57100ના ઉચ્ચતમ સ્તરને પણ સ્પર્શ કર્યો હતો. આ મુજબ સોનું પોતાના સૌથી ઉંચા સ્તરથી 7000 રૂપિયાથી વધુ સસ્તું છે. સોનાની સાથે ચાંદીના ભાવમાં સતત ઘટાડો ચાલુ છે. MCX ચાંદીનો માર્ચ વાયદા 380 રૂપિયાની નબળાઇ સાથે 63350 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે. ગત સેશનમાં ચાંદીમાં ખૂબ સામાન્ય બઢત જોવા મળી હતી.

તો અમેરિકામાં આજથી કોરોના વેક્સિનેશનનું કામ શરૂ થઇ જશે. તેમાં રિસ્ક સેંટીમેટ્સ સુધર્યા છે જેથી સોના-ચાંદીના ભાવ પર દબાણ બન્યું છે. મોટાભાગના એશિયાઇ અને અમેરિકન બજારોમાં તેજી જોવા મળી રહી છે, તેથી પણ સોનાના ભાવ પર દબાણ છે.

Leave a Reply

Your email address will not be published.