///

સોનાના ભાવમાં સતત ઘટાડા બાદ આજે તેજી જોવા મળી, જાણો આજનો ભાવ

સોનાના MCX પર ફેબ્રુઆરી વાયદો સોમવારે 49 હજાર રૂપિયાની નીચે 48939 પર બંધ થયો હતો. ત્યારે આજે ઓપનિંગમાં 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જોવા મળ્યો છે. હાલ સોનામાં 110 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

તો બીજી ચાંદીમાં પણ સામાન્ય તેજી જોવા મળી રહી છે. MCX પર ચાંદીનો માર્ચ વાયદો લગભગ 200 રૂપિયાની મજબૂતાઈ સાથે 63660 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. સોનાએ આ વર્ષે 57100ની મહત્તમ સપાટીને પણ સ્પર્શ કર્યો હતો. જેના પ્રમાણમાં સોનું પોતાના મહત્તમ સ્તરથી 7000 રૂપિયા કરતા પણ વધુ સસ્તુ જોવા મળી રહ્યું છે.

10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ પ્રમાણે દિલ્હીમા 52,320, મુંબઈમાં 49,160, કોલકાતામાં, 51,550 અને ચેન્નાઈમાં 50,320 છે. જ્યારે ચાંદીના ભાવ દિલ્હીમાં 63210, મુંબઈમાં 63210, કોલકાતામાં 63210 અને ચેન્નાઈમાં 67100 છે.

સોના અને ચાંદીના ભાવનું દુનિયાભરમાં દબાણ જોવા મળી રહ્યું છે. જો કે જે પણ વધારો છે તે પણ એટલો નથી. તેની પાછળનું એક મોટું કારણ એ છે કે અમેરિકામાં કોરોનાનું રસીકરણ શરૂ થઈ ગયું છે. જેથી રિસ્ક સેન્ટીમેન્ટ્સ સુધર્યા છે. રૂપિયાની મજબૂતાઈ અને ઈક્વિટી માર્કેટમાં ચાલી રહેલી રેલીથી સોના ચાંદીના ભાવો પર દબાણ છે.

Leave a Reply

Your email address will not be published.