///

સોનું ખરીદવાની સોનેરી તક, અત્યાર સુધીમાં 8000નો થયો ઘટાડો

સોનાનો ભાવ ફરી એકવાર 50 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે ચાલી રહ્યો છે. ત્યારે MCX પર સોનાના ડિસેમ્બરનો વાયદો 48513 રૂપિયા પર બંધ થયો છે. જો કે, આજે તેમાં આશરે 200 રૂપિયા જેટલી તેજી જોવા મળી છે.

નવેમ્બર માસમાં સોનું 4 ટકા કરતા સસ્તુ થયું છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં 2.5 અને 3.5 ટકાનો ઘટાડો થયો છે. સોનામાં રેકોર્ડ લેવલથી આશરે રૂ 8,000 સસ્તું થયું છે. મળતી માહિતી પ્રમાણે આજે દિલ્હીમાં 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 44705 રૂપિયા છે, જે ગઈકાલે પ્રતિ 10 ગ્રામ દીઠ 44824 રૂપિયા હતો, એટલે કે આજે ભાવ રૂ 199 ઓછા છે. આવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવમાં પણ 130 રૂપિયા ઘટાડો થયો છે.

આ ઉપરાંત દિલ્હી સિવાયના બાકી મેટ્રો શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બેંગલુરૂમાં સોનાનો ભાવ 46200 રૂપિયા, ચેન્નાઇમાં 46400 રુપિયા, કલકત્તામાં 50070 તો મુંબઇમાં 49800 રૂપિયા 10 ગ્રામ છે. તો બુલિયન માર્કેટમાં આજે ચાંદીના ભાવ ઉંચકાયા છે, આજે દિલ્હીમાં 1 કિલો ચાંદીનો ભાવ રૂપિયા 60,050 છે. જે ગઇકાલની તુલનામાં 59,500 રૂપિયા હતો. એટલે કે ચાંદી 550 રૂપિયામાં મોંઘી છે.

નોંધનીય છે કે, કોરોના વાયરસ વેક્સિનના સમાચારોથી સોના અને ચાંદીના ભાવો પર સતત દબાણ જોવા મળ્યું છે, પરંતુ નિષ્ણાતો માને છે કે, લાંબા ગાળા સુધી સોના-ચાંદીમાં તેજીનું અનુમાન છે. રસી પર પ્રારંભિક સફળતાથી સોનાના વલણમાં ઘટાડો થયો છે અને વૈશ્વિક ઇક્વિટી માર્કેટમાં રોકાણ વધ્યું છે.

Leave a Reply

Your email address will not be published.