////

ગોંડલ નગરપાલિકાના હોદ્દેદારોએ નિયમો મુક્યા નેવે, ફૂલહાર પહેર્યા પણ માસ્ક નહીં

ગુજરાતમાં ફરી કોરોનાની લહેર શરૂ થઇ ગઇ છે. તેમ છતાં જવાબદાર લોકો નિયમોના ધજાગરા ઉડાવતાં જોવા મળી રહ્યા છે. ગોંડલ શહેરની નગરપાલિકામાં આજે સોમવારે પ્રમુખ અને કોર્પોરેટરોની વરણી કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્પોરેટના સ્વાગતમાં સમર્થકોએ નોટો ઉછાળી હતી. આ દરમિયાન ઘણા કોર્પોરેટ તથા તેમના સમર્થકો માસ્ક પહેર્યા વિના જોવા મળ્યા હતા.

ગોંડલ નગર પાલિકાની નવા પ્રમુખ શીતબેન કોટડિયાએ કોર્પોરેટરો સાથે આજે સોમવારે પદગ્રહણ કર્યું હતું. આ અવસર પર સમર્થકોની ભારે ભીડ જામી હતી. પદગ્રહણ બાદ સમર્થકોએ ફૂલહાર વડે શીતલબેન અને કોર્પોરેટરોનું સ્વાગત કર્યું હતું. શીતલબેનના સસરાએ 200-200 રૂપિયાની નોટો ઉછાળી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સમયે ભાજપના કાર્યકરે ચૂંટણીની સત્તાવાર જાહેરાત થતા પહેલા જ ભાજપના હોદ્દેદાર દ્વારા વરણીની જાહેરાત કરવામાં આવી છે. પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની સરકારી અધિકારી જાહેર કરે તે પહેલાં જ વરણીના સમાચારો ભાજપના જ કાર્યકરોએ વહેતા કર્યા છે.

પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ કાર્યકરો સામાજિક અંતરનું ભાન ભૂલ્યા હતા. નગર પાલિકાના ગ્રાઉન્ડમાં જ માસ્ક અને સામાજિક અંતરનું ભાન ભૂલેલા નેતાઓને પોલીસ દ્વારા માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા અપીલ કરાઈ છતાં પણ નેતાઓ જીતના જશ્નમાં મશગુલ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.