///

શુભ સમાચાર: હવે ભક્તો માટે આ મંદિરના ખૂલ્યા દ્વાર

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાય તેને ધ્યાને લઈને અનેક મંદિરો ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં ભક્તોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે પાવાગઢ મંદિર પર બંધ કરવામાં આવ્યું હતું. જોકે, નવરાત્રિ બાદ પણ પાવાગઢ મંદિર ખોલાયું ન હતું. ત્યારે હવે આજે પાવાગઢ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલી દેવાયા છે. આજથી ભક્તો પાવાગઢમાં મા કાળીના દર્શન કરી શકશે.

કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિમાં પાવાગઢ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. દરમિયાન મંદિરની બહાર એલઈડી પર દેવીના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે આજે સોમવારથી નિજ મંદિર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રિના પર્વમા પાવાગઢ માકાળીનું અનેરુ મહત્વ હોય છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો અહી મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. એવામાં કોરોના ન વકરે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તો બીજી તરફ, પાવાગઢની આસપાસનો વિસ્તારનો પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યો હોવાથી અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓની પણ સતત અવરજવર રહે છે.

Leave a Reply

Your email address will not be published.