////

Good News: દિલ્હીમાં 28 ડિસેમ્બરે કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો આવશે

દેશમાં કોરોના વાયરસને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે તમામ પ્રયાસો કરી રહી છે, ત્યારે હવે જલદી જ લોકોમાં કોરોના વેક્સિન લગાવવાનું શરૂ કરવામાં આવશે. દિલ્હીમાં 28 ડિસેમ્બરે કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો આવવાનો છે. ત્યારે મહત્વનું છે કે, દેશમાં કોરોના વેક્સિનની તૈયારી ચાર અલગ-અલગ કંપનીઓ કરી રહી છે. થોડા દિવસ પહેલા PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જલદી દેશમાં કોરોના વેક્સિન લગાવવામાં આવશે.

આ અંગે દિલ્હી એરપોર્ટના CEO વિદેહ કુમાર જયપુરિયાએ જાણકારી આપી છે. જેમાં તેમણે જણાવ્યું કે, 28 ડિસેમ્બરે કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો આવશે. ભારતમાં કોવિશીલ્ડ વેક્સિનની ટ્રાયલ ઘણા સમયથી ચાલી રહી હતી અને આ વેક્સિન રેસમાં સૌથી આગળ છે.

મહત્વનું છે કે, કેન્દ્રએ રાજ્ય સરકારોને સાથે લઈને ચાર મહિના પહેલા કોવિડ વેક્સિનેશનની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જેમાં રાજ્ય, જિલ્લા અને બ્લોક લેવલ પર ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. માસ્ટર ટ્રેનર્સને ટ્રેનિંગ આપવામાં આવી છે જે દેશભરમાં કોવિડ વેક્સિનેશનમાં સામેલ વોલેન્ટિયર્સને ટ્રેન કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન પ્રમાણે 260 જિલ્લામાં 20,000થી વધુ લોકોને ટ્રેનિંગ મળી ચુકી છે.

આ ઉપરાંત Co-WIN નામનું એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, જેમાં કોવિડ-19 વેક્સિનની ડિલિવરીનું રિયલ ટાઇમ મોનિટરિંગ થશે. તેની મોબાઇલ એપ પણ ડેવલોપ કરવામાં આવી છે. હર્ષવર્ધને કહ્યું કે, Co-WINને એવા પ્લેટફોર્મની જેમ ડેવલોપ કરવામાં આવ્યું છે, જ્યાં વેક્સિનને તેના તાપમાન સાથે ટ્રેક કરવામાં આવશે.

સાથે જ સંભવિત લાભાર્થીની પણ ત્યાં સુધી માહિતી રાખશે જ્યાં સુધી તેને બીજો ડોઝ ન મળી જાય અને સર્ટિફિકેટ જનરેટ ન થાય. દેશભરમાં 28થી 29 હજાર વચ્ચે કોલ્ડ ચેન પોઈન્ટ છે, જેને સ્ટ્રીમલાઇન કરવામાં આવી રહ્યાં છે. મંત્રી પ્રમાણે સરકાર જાન્યુઆરીથી લોકોમાં રસી લગાવવાનું શરૂ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.