///

Googleએ એક જ દિવસમાં બે ભારતીય શોર્ટ વીડિયો એપ્સમાં કરોડોનું રોકાણ કર્યુ

ગૂગલે ટેલિકૉમ સેક્ટરમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યા બાદ હવે શૉર્ટ વીડિયો સેક્ટરમાં પણ પોતાની ધાક જમાવવાની યોજના બનાવી રહ્યું છે. જેમાં કંપનીએ એક જ દિવસમાં ભારતના બે શૉર્ટ વીડિયો પ્લેટફોર્મમાં ધરખમ ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ પ્લેટફોર્મમાં પ્રથમ ગ્લાન્સની Roposo એપ છે અને બીજી ડેઈલીહંટની Josh એપ છે. આ એપ્સની ખાસ વાત એ છે કે, આ બન્ને એપ્સ લોકલ ભાષામાં કન્ટેન્ટ ઑફર કરે છે.

ત્યારે Roposoની માલિકી Glance પાસે છે. જે ભારતીય યુનિકૉર્ન InMobiની સહાયક કંપની છે. આ એપની પાસે 33 મિલિયન ડેઈલી એક્ટિવ યુઝર્સ અને 115 મિલિયન મંથલી એક્ટિવ યુઝર્સ છે. તાજેતરમાં કંપનીએ ગૂગલ પાસેથી 115 ડોલરનું રોકાણ પ્રાપ્ત કર્યું છે. આ ઈન્વેસ્ટમેન્ટથી કંપની ગ્લાન્સ અને Roposoમાં પોતાની AI ક્ષમતા વધારવાની યોજના બનાવી રહી છે. આ સાથે જ ટેક્નોલૉજી ટીમને વિસ્તારવા અને પોતાના પ્લેટફોર્મ પર અલગ-અલગ પ્રકારની સર્વિસ આપવાનું પ્લાનિંગ છે.

આ ઉપરાંત ભારતમાં TikTok પર પ્રતિબંધ બાદ ડેઈલીહંટ દ્વારા શૉર્ટ વીડિયો પ્લેટફોર્મ Joshની શરૂઆત કરી હતી. કંપનીએ તેને 12 પ્રાદેશિક ભાષાઓમાં લૉન્ચ કરી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના યુઝર્સને કેપ્ચર કરવાનો છે. ભારત ટર્મનો ઉપયોગ આગામી 200 મિલિયન ઈન્ટરનેટ યુઝર્સ માટે થાય છે. Josh એપ પાસે હાલ 36 મિલિયન ડેઈલી એક્ટિવ યુઝર્સ અને 77 મિલિયન મંથલી એક્ટિવ યુઝર્સ છે.

મહત્વનું છે કે, ગૂગલનું ઈન્વેસ્ટમેન્ટ મળવા સાથે જ ડેઈલીહંટની પેરેન્ટ કંપની વર્સ ઈનોવેશનને બિલિયન ડૉલરનું વેલ્યુએસન ક્રોસ કરી દીધું છે. ડેઈલીહંટે ગૂગલ પાસેથી ફંડિંગ મેળવવા સાથે માઈક્રોસોફ્ટ અને અલ્કાવેવ પાસેથી પણ ફંડિંગ મેળવ્યું છે. ગૂગલ ફૉર ઈન્ડિયા ઈવેન્ટ દરમિયાન ટેક જાયન્ટ ભારતમાં 10 બિલિયન ડૉલર ઈન્વેસ્ટ કરવાની જાહેરાત કરી હતી. જેમાંથી કંપની પહેલા જ 4.5 બિલિયન ડૉલર રિલાયન્સ Jioમાં ઈન્વેસ્ટ કરી ચૂકી છે. જે બાદ કંપનીના CEO સુંદર પિચાઈએ કહ્યું હતું કે, ગૂગલ 4 સેક્ટરમાં રોકાણ કરવાની યોજના બનાવી છે. જેનો મુખ્ય હેતુ યુઝર્સને તેમની પ્રાદેશિક ભાષામાં કન્ટેન્ટ પૂરા પાડવાનું છે.

Leave a Reply

Your email address will not be published.