///

સરકારે રાહત તુવેરદાળ આપવા 287 કરોડની બજેટમાં જોગવાઈ કરી !!

આજે ગુજરાત સરકારનું બજેટ નાણામંત્રીએ વિધાનસભામાં રજુ કર્યું હતું જે બજેટમાં ગરીબ અને મધ્ય્મ વર્ગના લોકો માટે રાહત દરે તુવેરદાળનું વિતરણ કરવા માટે બજેટમાં જોગવાઈ કરી છે રાજ્ય સરકારના બજેટમાં રાજ્યના 66 લાખ લોકોને પ્રોટીન સભર આહાર આપવાનો નિર્ણય કર્યો છે જેમાં તુવેરદાળનો સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે બજેટમાં 66 લાખ લોકોને વર્ષે 12 કિલોગ્રામ તુવેરદાળ મળી રહે તેવા ઉદેશથી વધારાની જોગવાઈ કરી છે સરકારે મધ્યમ અને ગરીબ લોકો માટે 287 કોરોડની જોગવાઈ કરી છે જેમાં દર વર્ષે 66 લાખ લોકોને રસ્ત દરે વર્ષની 12 કિલો ગ્રામ તુવેરદાળ મળી રહેશે. સરકારની બજેટમાં રાહતદરે તુવેરદાળના વિતરણથી સામાન્ય માણસને જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારોમાં આંશિક રાહત થશે.  

Leave a Reply

Your email address will not be published.