/

ગુજરાતમાં સરકારી પુસ્તકોમાં ફરી કૌભાંડ ?

સરકાર સાક્ષરતા અભિયાન ચલાવીને લોકોને અભ્યાસ કરવા માટે પ્રેરિત કરે છે. પરંતુ આ બધુ ખાલી બોલવાની અને બતાવવાની જ વાતો છે. તેનું ઉદાહરમ ફરી એક વાર આપણી સમક્ષ આવ્યુ છે. મહીસાગરમાં પસ્તીની દુકાનમાંથી મોટા પ્રમાણમાં સરકાર પ્રાથમિક શાળાઓનાં જે પુસ્તકો સરકારી શાળાનાં બાળકોને આપે છે, તેજ પુસ્તકોનો મોટા પ્રમાણમાં જથ્થો પસ્તીમાં આપી દેવાયો છે. આમાં સરકારી શિક્ષકોની બેજવાબદારી હશે કે પૈસા ઉભા કરવા માટે પુસ્તકો પસ્તીમાં આપી દેવાયા છે ? અને શું સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને પુસ્તકો મળયા છે કે કેમ? તેવાં અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.

મહીસાગરમાં લુણાવાડામાં પસ્તી પેપરની દુકાનમાં સરકાર દ્વારા દરીબ બાળકોને અપાતા પુસ્તકોનો જથ્થો મળી આવ્યો છે. પસ્તીની દુકાનમાં થેલાઓમાંથી પુસ્તકો મળી આવ્યા છે. જેને પગલે સરકારી સ્કુલ દ્વારા જ પુસ્તકો વેચી દેવાનો આરોપ આસપાસનાં લોકો લગાવી રહ્યા છે. પુસ્તકો પસ્તીમાં મળતા જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને જિલ્લા કલેકટરને પણ જાણ કરાઇ છે. હવે જોવાનું એ છે કે જિલ્લા શિક્ષણ અધિકારીઓ આ મામલે ગંભીર તપાસ કરશે કે પુસ્તકો પસ્તીમાં આપનારા શિક્ષકો સામે કાર્યવાહી કરશે કે તેમણે છાવરીને  મામલો રફે દફે કરશે. અને ગરીબ બાળકો સાથે અન્યાય કરશે. 

Leave a Reply

Your email address will not be published.