///

રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ટ્રમ્પને આપી વિદાય

આજે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે અમદાવાદની મુલાકાતે આવ્યા હતાં. જેથી દેશનાં વડાપ્રધાન નરેન્દ્વ મોદીએ એરપોર્ટ પર તેમનું શાહી સ્વાગત કર્યુ હતું અને તેમની સુરક્ષા માટે એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેઓ સાબરમતી ખાતે આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. મુલાકાત લઇને તેઓ રોડ શો કરીને મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતાં.

જયાં તેમણે નમસ્તે ટ્રમ્પ કાર્યકમમાં હાજરી આપીને નાગરિકોનું અભિવાદન કર્યુ હતું. નમસ્તે ટ્રમ્પ કાર્યકમ પતાવીને તેઓ આગ્રા જવા નીકળી ગયાં હતાં. જેથી ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કરીને સ્ટેડિયમથી રવાના થઇને સીધા એરપોર્ટ પહોંચ્યા હતાં. એરપોર્ટ પર ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી  અને મુખ્યમંત્રી રૂપાણીએ તેમને ભાવભીનું વિદાયમાન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.