કોરોનાને લઇ સરકાર સતર્ક નરેદ્ર મોદીએ શું કહ્યું જાણો

દેશમાં કોરોના થી પીડિત દર્દીઓની સંખ્યા ૭૪ પર પહોંચી ગઇ છે. કોરોનાને કારણે કેન્દ્વ સરકાર તમામ મંત્રીઓની વિદેશ મુલાકાત રદ્દ કરી છે. વડાપ્રધાન નરેન્દ્વ મોદીએ અપિલ કરી છે અને કહ્યુ છે કે, લોકો ગભરાતા નથી પણ કાળજી લે છે. હું દેશવાસીઓને અપિલ કરુ છું કે બિનજરૂરી મુસાફરી ટાળો. અમે ભીડને ટાળીને કોરોના વાયરસનો ફેલાવો અટકાવી શકીએ છીએ. દેશવાસીઓની સલામતીની ખાતરી આપી શકીશું. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકારે અનેક પગલા લીધા છે. સૌથી વધુ કોરોના સંકમિત ૭ દેશોમાંથી પરત ભારત ફરનારાઓને ૧૪ દિવસ માટે અલગ રાખવામાં આવશે.

ઇટાલી અને દક્ષિણ કોરિયાથી આવતા લોકોને કોરોનાથી પીડિત ન હોવાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.વિદેશ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર છેલ્લા ૪૦ દિવસમાં ભારત આવનાર મુસાફરોની સંખ્યામાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. ઇરાન અને ઇટલીમાં ફસાયેલા ભારતીયો સાથે સરકાર સતત સંર્પકમાં છે અને તેમણે ભારત પરત લાવવા માટેના પ્રયાસો ચાલુ છે. કોરોના વાયરસની તપાસ માટે ૧૦૭ લેબો તૈયાર કર્યા છે. તેમજ ભારતનાં મોટા ૩૦ એરપોર્ટમાં સ્કિનીંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઇ છે. તેમજ મુસાફોનું એરપોર્ટમાં સ્કિનિંગ કરીને જ પ્રવેશ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.