
કોરોના વાયરસની મહામારી સામે જરૂરી અધિકારીઓ અને કર્મચારીઓ પોતના ફરજ નિભાવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈપણ કર્મચારી જે કોરોના વાયરસ કૉવિડ 19ની કામગીરી સાથે સંકળાયેલા હોય અને કોરોના અસરગ્રસ્ત થવાના કારણે તેનું અવસાન થાય તો રાજ્ય સરકાર આવા કર્મચારીના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપશે. ઉલ્લેખનીય છે કે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અગાઉ રાજ્યના પોલીસ કર્મીઓ માટે અને ત્યાર બાદ નગર પાલિકા, મહાનગર પાલિકાના, સફાઈ અને. આરોગ્ય કર્મીઓ રેવન્યુ મહેસુલી કર્મચારીઓ તેમજ અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને સરકાર માન્ય સસ્તા અનાજ ના દુકાન ધારકોને કોરોના વાયરસ સંદર્ભ ની ફરજ સેવા દરમ્યાન જો કોવિડ 19 થી મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં રાજ્ય સરકારી દ્વારા 25 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. હવે રાજ્ય સરકારની સેવાના કર્મચારીઓ માટે 25 લાખની સહાય કરવાની જાહેરાત કરી છે તો રાજ્ય સરકારની સેવાના કોઈ પણ કર્મચારીનું કોરોના વાયરસ સંદર્ભની કામગીરી દરમ્યાન કોરોનાની અસરથી મૃત્યુ થાય તો તેમના પરિવાર ને પણ 25 લાખ રૂપિયાની સહાય આપવાનો ઉદ્દાત ભાવ દર્શાવ્યો છે.