//

રાજ્યના 70 હાજર પોલીસ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવાનો સરકારનો નિર્ણય

કોરોના કહેરની વધતી જતી મુશ્કેલીમાં સતત 21 દિવસના લોકડાઉન અને આગળ પાછળના દિવસો થી રાતદિવસ જોયા વગર પ્રજાના આરોગ્ય ચિંતા કરતા અને લોકોને લોકડાઉન અને કલમ 144 નું પાલન કરાવતા રાજ્યના 70 હજાર થી વધુ પોલીસ કર્મચારીઓની હેલ્થ ચેકઅપ માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે આજે સવારે રાજ્ય માં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની  તબિયતની ચિંતા કરી અને તમામ પોલીસ કર્મચારીઓને હેલ્થ ચેકઅપ કરવાનું નિર્ણય કર્યો છે જેમાં પોલીસ કર્મચારીઓની સુગર,બ્લડ પ્રેસર,ખાસી કફ સહીતના લક્ષણો જોવામાં આવે તો તેમની તાત્કાલિક સારવાર કરવાનું નક્કી કરવા મા આવ્યું છે રાજ્ય સરકારે પોલીસ વડાને પોલીસ કર્મચારીઓના હેલ્થની ચકાસણી કરવાની જવાબદારી સોંપી છે જિલ્લા મેડિકલ ટિમને દ્રારા પોલીસ કર્મચારીઓના ફરજના પોઇન્ટ પર જ હેલ્થ ટીમ દ્રારા મેડિકલ ચેકઅપ કરવામાં આવશે  દરેક પોલીસ કર્મચારીઓ  ડેટા પોલીસ વડાને ઓનલાઇન અપડેટ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે જો કોઈ પોલીસ કર્મચારીઓને 5 માંથી 3 લક્ષણો જોવામાં આવે તો તેમને આરામ કરવા માટે રાહત આપવા નીપણ સરકારે વાત કરી હતી. ગાંધીંનગર જિલ્લાના ત્રણ પોલીસ કર્મચારીઓ ને સામાન્ય અસરો હોવાથી આરામ માટે રાહત અપાઈ હોવાનું જાણવા મળેલ છે. 

Leave a Reply

Your email address will not be published.