સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા LRD વિવાદ મામલે ગુજરાતના CM વિજય રૃપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપયું છે. CM વિજય રૂપાણીએ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.

CM વિજય રૂપાણીએ LRD મામલે કોંગ્રેસ પર પ્રહાર કરી જણાવ્યુ છે કે, કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે. જુની પદ્વતિ પ્રમાણે ભરતી કરવામાં આવશે. બીજી બાજુ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપી જણાવ્યુ હતુ કે, LRD ભરતીનાં સંદર્ભમાં ગઇકાલે મુખ્યમંત્રી નીતિન પટેલે છેલ્લા ૩ દિવસથી બેઠકો બાદ સુપર ન્યુમરી બેઠકો વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી અનામત અને બિન અનામત વર્ગોમાં હકારાત્મક પ્રતિભાવ મળયો છે. આજે આ સંદર્ભમાં થોડા પ્રશ્નો હતાં તેનો પણ નાયબ મુખ્યમંત્રીને મળીને પશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
જેથી હવે અન્ય સાથીદારો લોકોને મળીને આંદોલનની પૂર્ણહુતિ કરશે. ગૃહમંત્રીએ LRD આંદોલનની પૂર્ણહુતિ થશે તેવું જણાવ્યુ હતું. પરંતુ LRD વિવાદ મુદ્દે હજુ આંદોલન યથાવત છે. જયારે સરકાર સમાધાનના પ્રયાસો કરી રહી છે. પરંતુ સમાધાન થયુ નથી. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસ પર પ્રહારો કરી જણાવયુ હતુ કે, બંધારણનાં આધાર પર જે અનામત મળે છે. તેની રક્ષા કરવી અમારી જવાબદારી છે. આ અંગે અમે કોઇ બાંધછોડ કરવા માંગતા નથી . કોંગ્રેસ માત્રને માત્ર પોતાના રાજકીય હિતોનાં ષડયંત્ર કરીને અનામત અને બિન અનામત વર્ગો વચ્ચે તોફાનો કરાવે છે અને બંને વર્ગો વચ્ચે ભયનો માહોલ ઉભો થાય તેવું કરવુ તેમની પરંપરા છે.
LRDનો વિવાદ વધુ વકરી રહ્યો છે. હવે પુરુષોએ પણ LRDમાં સીટો વધારવા મુદ્દે આંદોલનો પર ઉતરી ગયા છે આ મુદ્દે વાત કરતા પ્રદીપસિંહે જણાવ્યુ હતુ કે, રાજય સરકારે ઘણા જ ઉદાર મને મહિલાઓનાં સંદર્ભમાં નિર્ણય લીધો છે. આ મહિલાઓની ભરતીની સંખ્યામાં વધારો કરાયો છે. તેથી અમે આ મુદ્દે કોઇ જ સુધારા કરવાનાં મતમાં નથી.