/

સરકારી નોકરી ભરતીમાં કૌભાંડ : કોંગ્રેસનો આક્ષેપ

સરકારી નોકરીઓમાં ખોટા દસ્તાવેજોથી અનેક લોકોએ નોકરી મેળવી લીધી હોવાના કોંગ્રેસે ખુલ્લા આક્ષેપ કર્યા છે. પશુધન વર્ગ-૩ની મલ્ટીપર્પસ હેલ્થ વર્કરની પરીક્ષાઓમાં ખોટા પ્રમાણપત્રો રજુ કરી નોકરીઓ મેળવી લેવાઇ હોવાના કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે.

અમાન્ય ડિગ્રીઓને સરકાર પ્રાધાન્ય આપી રહી છે અને છાવરી પણ રહી છે. સરકાર પાસે ખોટા પ્રમાણપત્રો અને માર્કશીટની સંપૂર્ણ માહિતી હોવા છતાં કોઇ જ પગલા લેવાતા નથી. સરકારમાં બેઠેલા લોકો આ કૌભાંડ થવા દેતા હોવાના પણ કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. આ કૌભાંડ માત્ર અમદાવાદમાં જ નહીં સમગ્ર રાજય વ્યાપી હોવાનું કોંગ્રેસે જણાવ્યુ છે. તેનો સમગ્ર દોરી-સંચાર કમલમથી થતો હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે.

નોંધનીય બાબત એ છે કે, મોરબી જિલ્લા પંચાયત મલ્ટી પર્પસ હેલ્થ વર્કર કૃષિ યુનિવર્સિટી પશુ નિરીક્ષકની ભરતીમાં ઉમેદવારોએ ખોટા પ્રમાણપત્રો રજુ કરી સરકારી મેળવી લીધી હોવાના આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે. વધુમાં જણાવ્યુ હતુ કે, સરકાર આ બાબતે ગંભીરતા લઇને સમગ્ર મામલાની એઆઇ મારફતે તપાસ કરાવે તો મસ મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે. 

Leave a Reply

Your email address will not be published.