//

સરકારે ભૂલ કરી હવે તાત્કાલિક મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરાવે- અમિત ચાવડા

સમગ્ર વિશ્વ સહિત ભારત અને ગુજરાત રાજ્ય કોરોના સામે જંગ લડી રહ્યું છે. કોરોના વાયરસએ વિદેશમાંથી આવેલો વાયરસ છે નોંધનીય છે કે ચીનના વુહાન શહેરમાંથી ફલાયેલા જીવલેણ કોરોના વાયરસે 180 દેશોને પોતાની ઝપેટમાં લીધા છે. ચીન બાદ ઈટલી, ઈરાન, અમેરિકા, સ્પેન, અને અન્ય દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને હજારો લોકોના જીવ લીધા છે. કોરોના વાયરસે ગુજરાતમાં પણ હાહાકાર મચાવ્યો છે રાજ્યમાં કોરોનાથી સંક્રમિત કેસોના સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમતિ ચાવડાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે- 30 જાન્યુઆરીએ WHO દ્વ્રારા જાહેર કરાયેલી એડવાઈઝરી બાદ ભારત સરકારે ભૂલ કરી છે.. 30 જાન્યુઆરી બાદ વિદેશથી આવનારા પ્રવાસીઓનું એરપોર્ટ પર ચેકિંગ કરવામાં ના આવ્યું જેના કારણે કોરોના વાયરસ વધુ ફેલાયો છે.. તેઓએ કહ્યું કે–કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 12 ફેબ્રુઆરી દરમિયાન આ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું. જો કે દરમિયાન યોગ્ય પગલા ના લેવાયા જેથી 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું.

અમિત ચાવડાએ જણાવ્યું કે- કોંગ્રેસે જનતા કર્ફયુથી લઈ તમામ પગલાઓમાં સરકાર અને રાજ્યના મુખ્યમંત્રીને સહકાર આપ્યો છે. તો તેઓ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેઓએ કોંગ્રેસ દ્વારા અપાયેલા સૂચનોનું અમલ કર્યું છે. અમતિ ચાવડાએ કહ્યું કે-લોકડાઉનના કારણે સામાન્ય વર્ગની મુશ્કેલીઓમાં વધારો થયો છે ત્યારે કોંગ્રેસ દ્વ્રારા પણ લોકોને આર્થિક સહાય આપવામાં આવી રહી છે સાથેજ કોંગી કાર્યકર્તાઓ અને આગેવાનો પણ જનહિત માટે કામગીરી કરી રહ્યા છે. સરકાર દ્વારા કરાયેલ રાશનની જાહેરાતને લઈ તેઓ કહ્યું કે- 2 ટાઈમના ભોજનની અપેક્ષા રાખતા તમામ રાશનકાર્ડ ધારકોને રાશન આપવામાં આવે, ફક્ત 65 લાખ લોકો નહીં પરંતુ તમામ રાશકાર્ડ ધારકોને રાશન આપવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ છે.

અમતિ ચાવડાએ કહ્યું કે- મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરાઈ હતી કે તમામ રાશન કાર્ડ ધારકોને રાશનનો લાભ મળશે તો તેઓ તેમના વચનને પાળે અને તમામ લોકોને રાશ આપે. સાથેજ લોકડાઉનની સ્થિતિમાં પણ અનેક કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ફરજ પર તૈનાત છે અને જીવના જોખમે ફરજ નિભાવી રહ્યા છે આવા આવશ્યક સેવા સાથે જોડાયેલા તમામ લોકોને કીટ, સેનેટાઈઝર અને માસ્ક સહિત વિતરણ કરવામાં આવે તેવી અમતિ ચાવડાએ સરકારને રજૂઆત કરી છે. અને જે કર્મચારીઓ હાલ ફરજ પર છે તેમને પછી રજા આપવામાં આવે. રાજ્યમાં 5 હોટસ્પોટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે તેવા વિસ્તારોને બફર જોન તરીકે જાહેર કરવામાં આવે. અને દિવસ દરમિયાન કરવામાં આવતા સેમ્પલ ચેકિંગની માહિતી આપવામાં આવે તેવી કોંગ્રેસ પ્રમુખ દ્વ્રારા રજૂઆત કરવામાં આવી છે. સાથેજ તેઓએ મુખ્યમંત્રીને અપીલ કરી છે કે મોટા ભાગની સરકારી અને ખાનગી હોસ્પિટલના બંધ ઓપીડી ચાલુ કરાવે અને તાત્કાલિકમેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરે.

Leave a Reply

Your email address will not be published.