//

અધિકારીઓને જલસા અઠવાડિયામાં મળશે બે દિવસની રજા : જાણો કયા રાજ્યની સરકારે કર્યો નિર્ણય

ઉદ્વવ સરકારે મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજયના સરકારી કર્મચારીઓને મહારાષ્ટ્રમાં હવે 5 દિવસ નું અઠવાડિયું રહેશે. સરકારી બાબુઓને 2 દિવસની રજા સરકારે જાહેરાત કરતા સરકારી તંત્રમાં આનંદ.તદ્દ ઉપંરાત કાર્ય સ્થળ પર ગેરહાજરી ઘટાડવી પડશે. તેમણે લીધેલો આ ર્નિણય ૨૯ ફેબ્રુઆરીથી લાગુ પડશે. કેબિનેટે આ પ્રસ્તાવને મંજુરી આપી હતી.

રાજય સરકારના કર્મચારીઓને ૪૫ મિનિટ વધુ કામ કરવુ પડશે. દરરોજ ૪૫ મિનિટ વધુ કામ કરીને દર અઠવાડીયે વધારાના ૩.૭૫ કલાક કામ કરવાનું રહેશે. આ નવા કાર્યકમમાંથી ઇમરજન્સી સેવાઓ બાકાત રાખવામાં આવશે. મહારાષ્ટ્ર કેબિનેટના નિર્ણયનો ઉદ્દેશ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે.

વર્તમાન કાર્યકારી રીત મુજબ મહારાષ્ટ્ર સરકાર તેના કર્મચારીઓને મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા આપતી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્વ ફડણવીસે પણ આ દરખાસ્ત ઉપર વિચારણા કરવાની ખાતરી આપી હતી. પરંતુ સત્તાવાર જાહેરાત થઇ નથી.

Leave a Reply

Your email address will not be published.