/////

કોરોના વેક્સિનેશન માટે સરકારની તૈયારીઓ, આ 4 રાજ્યમાં ડ્રાય રન થશે

દેશમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે, ત્યારે સરકાર દ્વારા દેશમાં કોરોના વાઈરસના ખાત્મા માટે વેક્સિનેશનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકોને વેક્સિન મૂકતા પહેલા તેનો ડ્રાય કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ડ્રાય રન માટે ગુજરાત સહિત પંજાબ, અસમ અને આંધ્ર પ્રદેશ એમ કુલ ચાર રાજ્યો પર પસંદગી ઉતારી છે.

આ રાજ્યોમાં આગામી સપ્તાહથી કોરોના વેક્સિનેશનનો ડ્રાય રન કરવામાં આવશે. અહીં ટ્રાયલ તરીકે કોરોના વેક્સિનેશન શરૂ કરવા માટે યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે. પંજાબ, અસમ, આંધ્ર પ્રદેશ અને ગુજરાતના બે જિલ્લાઓમાં વેક્સિનેશનનું ડ્રાય રન કરવામાં આવશે. કોરોના વેક્સિનના ડ્રાય રનની મદદથી સરકાર વેક્સિન આવવા પર તૈયારીઓને પરખવાનું કામ કરવા માંગે છે. આ ડ્રાય રન દરમિયાન કોઈ પણ વ્યક્તિને કોઈ વેક્સિન આપવામાં નહીં આવે, પરંતુ વેક્સિનેશનની સમગ્ર પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.

આ ઉપરાંક દેશમાં કોરોના વેક્સિન લગાવવા માટે સરકાર કમર કસી રહી છે. ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 7000થી વધુ લોકોને વેક્સિનેશન માટે તાલીમ આપવામાં આવી ચૂકી છે.

પ્રથમ તબક્કામાં અંદાજે 30 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે. જેમાં હેલ્થકેર, ફ્રન્ટલાઈન વર્કર અને 50 વર્ષથી વધુ વયના એવા લોકો, જેમને કોઈ બીમારી પણ હોય. હેલ્થકેર વર્કર એટલે ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ જેવા લોકો, જેઓ સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં કામ કરે છે. ફ્રન્ટલાઈન વર્કર્સ એટલે કે ત્રણેય સેના, પેરા મિલિટ્રી ફોર્સ, મ્યુન્સિપલ વર્કર્સ અને રાજ્યની પોલીસ વગેરેને આપવામાં આવશે.

કોરોના વેક્સિનના ડ્રાય રન એવી રીતે હશે, જે રીતે વેક્સિન આવવા પર વેક્સિનેશનને લઈને પ્લાન કરવામાં આવી છે. એટલે કે જેવી રીતે વેક્સિન લગાવવામાં આવવાની છે. આ ડ્રાય રનમાં લોકોને સાચુકલામાં વેક્સિન નહીં આપવામાં આવે, પરંતુ માત્ર લોકોનો ડેટા જ લેવામાં આવશે. જેને સરકાર તરફથી CoWin એપ પર અપલોડ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.