/

સરકારે કરી વધુ એક જાહેરાત, વીજળી બીલમાં મળશે રાહત

કોરોના મહામારી સામે સમગ્ર દેશમાં કરાયેલા લોકડાઉનના પગલે સર્જાતી તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વીજળી કંપની માટે પેકેજ જાહેર કર્યા છે. તો 24 કલાક વીજળી અને બિલ લેટ થાય તો કોઈ પણ પ્રકારનો ચાર્જ વસુલવામાં નહીં આવે, સરકાર તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે- ગ્રાહકો આવતા ત્રણ મહિના સુધી લાઈટ બિલ ભરવા સક્ષમ જણાતા નથી તેથી માટે રાહત પેકેજની રાહત આપવામાં આવી છે. કોરોના વાયરસના કારણે દેશમાં વેપાર ધંધા ઠપ થયા છે જેથી દેશને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.. જેથી ઉલ્લેખનીય છે કે વિજળી કંપનીઓ પાસે રોકડની અછત સર્જાશે જેથી ઉર્જા મંત્રાલયે વિજ કંપનીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. નોંધનીય છે કે દેશની આર્થિક પરિસ્થિતિ જોઈને સરકારે છેલ્લા ત્રણ દિવસોમાં ઘણાં મોટા મોટા નિર્ણયો લીધા છે તો સરકારે મફત કરિયાણા સાથે, લોનના EMI અને ક્રેડિટ કાર્ડના બિલ ભરવામાં રાહત આપી છે.

Leave a Reply

Your email address will not be published.