//

સરકાર ‘દીવડો’ પ્રગટાવશે પણ, લોકોનો ‘ચુલો’ કોણ સળગાવશે? : પરેશ ધાનાણી

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે તો કોરોના વાયરસના કરાણે કરવામાં આવેલા લોકડાઉનને કારણે લોકોને અનેક કપરી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાને માત આપવા સરકાર દ્વ્રારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર સામે ટ્વીટ કરી પ્રશ્ન પુછ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને પ્રથમ વાર કોરોનાને માત આપવા તાળી કે થાળી વગાડવાની દેશવાસીઓને અપીલ કરી હતી જ્યારે હવે બીજી વાર રવિવારે રાત્રે 9 કલાકે 9 મીનિટ માટે ઘરની તમામ લાઈટો બંધ કરી દિપ-જ્યોત પ્રગટાવવાની અપીલ કરી છે.. આ અપીલ સામે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્લીટ કર્યું છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરી લખ્યું છે કે પહેલા સરકારે તાળી વગાડાવી પરંતુ રાજ્યના અનેક લોકોની થાળી ખાલી છે હવે સરકાર દીવડો પ્રગટાવશે ત્યારે લોકોનો ચુલો કોણ સળગાવશે. આ ટ્વીટ કરી પરેશ ધાનાણી લખ્યું છે કે સમગ્ર ગુજરાત આ સવાલ પુછે છે.

Leave a Reply

Your email address will not be published.