///

ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ વિરૂદ્ધ યુપી સરકારના બિલને રાજ્યપાલની મંજૂરી

યુપીમાં લવ જેહાદ વિરૂદ્ધ રાજ્ય સરકાર દ્વારા પાસ બિલને રાજ્યપાલ આનંદીબેન પટેલે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ આ બિલ આજથી જ યુપીમાં લાગુ થઇ ગયુ છે.

ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર 24 નવેમ્બરે બિલને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ તેને રાજ્યપાલ પાસે પસાર કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારે રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે આ બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ અનુસાર, વિશ્વાસઘાતથી ધર્મ બદલવા પર 10 વર્ષ સુધીની સજા થશે. આ સિવાય સહમતિથી ધર્મ પરિવર્તન માટે જિલ્લા અધિકારીને બે મહિના પહેલા સૂચના આપવી પડશે.

ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી હતી કે, અમે લવ જેહાદ પર નવો કાયદો બનાવીશું, જેથી લાલચ, દબાણ, ધમકી અથવા વિશ્વાસઘાત કરી લગ્નની ઘટનાઓને રોકવામાં આવી શકે. યુપી સરકારના બિલ અનુસાર, બળજબરી અથવા વિશ્વાસઘાતથી ધર્મ પરિવર્તન માટે 15,000 રૂપિયા દંડ સાથે 1-5 વર્ષ જેલની સજાની જોગવાઇ છે. જો SC-ST સમુદાયની સગીરા અને મહિલાો સાથે આવુ થાય છે તો 25,000 રૂપિયા દંડની સાથે 3-10 વર્ષની જેલ થશે.

આ ઉપરાંત યુપી સરકારના પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહે કહ્યુ કે, યુપી કેબિનેટ ઉત્તર પ્રદેશ વિધિ વિરૂદ્ધ ધર્મ પરિવર્તન પ્રતિષેધ બિલ 2020 લઇને આવી છે, જે ઉત્તર પ્રદેશમાં કાયદો વ્યવસ્થા સામાન્ય રાખવા માટે અને મહિલાઓને ન્યાય અપાવવા માટે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.