//

ઓડિશાના રાજ્યપાલ થયા કોરોના સંક્રમિત

ઓડિશાના રાજ્યપાલ પ્રોફેસર ગણેશ લાલ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. રાજ્યપાલની સાથે સાથે તેમના પત્ની અને પરિવારના 4 અન્ય સભ્યો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલમાં રાજ્યપાલને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

મુખ્યપ્રધાન નવીન પટનાયકે કર્યું ટ્વિટ

મુખ્યપ્રધાન નવીન પટનાયકે ટ્વિટ કરીને કહ્યું કે,” કોરોનાથી સંક્રમિત થયા બાદ રાજ્યપાલ પ્રોફેસર ગણેશ લાલજીના હોસ્પિટલમાં દાખલ થવાથી હું ચિંતિત છું. તેઓ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરુ છું.”

Leave a Reply

Your email address will not be published.