///

અહો આશ્ચર્યમ, બિટ્ટન દાદી પોતાની જમીન વડાપ્રધાન મોદીના નામે કરવા માગે છે

બિહાર ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટરમાં ધન્યવાદ સમારોહ આયોજિત કરાયો હતો. આ સમારોહમાં વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં સાયલન્ટ વોટરની ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીના જણાવ્યાં મુજબ આ સાઈલન્ટ વોટબેન્ક જ છેલ્લા 6 વર્ષમાં ભાજપની તાકાત બનીને ઊભર્યો છે. હકીકતમાં વડાપ્રધાન મોદી મહિલા મતદારોની વાત કરી રહ્યા હતાં. ખાસ કરીને ગૃહિણીઓ.

યુપીના મૈનપુરી જિલ્લાના આ વડીલ મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વૃદ્ધ મહિલાનો વડાપ્રધાન મોદી પ્રત્યે અતૂટ વિશ્વાસ અને પ્રેમ ભાવ જોઈને તમે પણ દંગ રહી જશો. આ વૃદ્ધાનું નામ છે બિટ્ટન દેવી તેઓ પોતાની 12 વીઘા ખેતીની જમીન વડાપ્રધાન મોદીના નામે કરવા માટે ગત બુધવારે મૈનપુર તહસીલ પહોંચ્યા હતાં. ખેતીની રજિસ્ટ્રી વડાપ્રધાન મોદીના નામ પર કરવાની તેમની યોજના પર વકીલ પણ ચોંકી ગયા હતાં.

લોકોએ ખુબ સમજાવ્યા છતાં બિટ્ટન દેવી પોતાની જીદ પર મક્કમ રહ્યાં હતાં. તેમનું કહેવું હતું કે તેઓ 12 વીઘા જમીન વડાપ્રધાન મોદીના નામ પર કરીને જ રહેશે. જેની પાછળનું કારણ ખુબ ભાવુક કરી નાખે તેવું છે. કિશની વિકાસ ખંડના ચિતાયન ગામના રહીશ 85 વર્ષના બિટ્ટન દેવીએ જણાવ્યું કે તેમના પતિ પૂરન લાલનું મૃત્યુ થયું છે. તેમના બે પુત્રો છે. પરંતુ તેઓ પરવાહ અને ખ્યાલ રાખતા નથી. બિટ્ટન દેવીના જણાવ્યાં મુજબ તેમના પુત્રોએ તેમને ઠોકરો ખાવા છોડી દીધા છે.

વૃદ્ધ મહિલાએ કહ્યું કે તેઓ સરકારી યોજનાઓના સહારે જ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. મૈનપુરી તહસીલમાં વકીલ કૃષ્ણાપ્રતાપ સિંહના બસ્તે પર પહોંચેલા બિટ્ટન દેવીએ સ્થાનિક ભાષામાં કહ્યું કે ‘હમકા તનખાહા દઈ (વૃદ્ધા અને વિધવા પેન્શન). હમ વોટ દો, અબ 12 બીઘા ખેત ફેક દેઈત, મોદીજી કો. જેનો અર્થ છે અમને પેન્શન આપે છે, ત્યારે અમે ભોજન કરીએ છીએ. મોદીએ રૂપિયા આપ્યા. દર મહિને 2000 રૂપિયા આપે છે. હવે અમે 12 વીઘા ખેતીની જમીન મોદીના નામે કરીએ છીએ. અમે ખુબ ખુશ છીએ મોદીથી.’ વકીલ કૃષ્ણપ્રતાપે એમ કહીને વૃદ્ધ મહિલાને ઘરે મોકલી દીધા કે તેમની વાત ઉપ જિલ્લા અધિકારી સુધી પહોંચી જશે.

Leave a Reply

Your email address will not be published.