/

તેલંગાણા સરકારે સિનેમા હોલ ખોલવા આપી મંજુરી

તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે શનિવારે જાહેરાત કરી હતી કે રોગચાળાને પગલે બંધ કરાયેલા સિનેમાહોલ ફરી ખોલી શકાશે. આ સાથે તેઓએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ શહેરની બહારના ભાગમાં ફિલ્મ સિટીની સ્થાપના કરવામાં આવશે.

તેલુગુ સિનેમાના સ્ટાર્સ ચિરંજીવી અને નાગાર્જુનને મળ્યા બાદ, મુખ્ય પ્રધાન રાવે કહ્યું કે, રાજ્યના આશરે 10 લાખ લોકો ફિલ્મના ઉદ્યોગ પર નિર્ભર છે અને કોરોનાના કારણે શૂટિંગ બંધ થતા તેમના પર અસર થઇ છે. થિયેટરો બંધ થવાને કારણે તેમના જીવન પર સીધી અસર થઇ છે.

ઉલ્લેખનિય છે કે રાજ્યમાં કોરોનાના કારણે સ્વસ્થ થનાર લોકોનો દર 91.88 ટકા છે. જેને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાને કહ્યું કે કોરોનાના પ્રોટોકોલ મુજબ ફિલ્મોની શૂટિંગ શરૂ કરી શકાશે તો આ સાથે જ સિનેમા હોલ પણ ખોલી શકાશે.

Leave a Reply

Your email address will not be published.