//

Good News : સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટને મોટી રાહત, એક સપ્તાહમાં એક પણ પોઝિટિવ કેસ નહિ

કોરોનાનો કકળાટ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે રાજ્યના 16 જિલ્લામાં કોરોનાના 165 થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાં સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટ પણ બાકાત રહ્યું નથી પરંતુ છેલ્લા એક સપ્તાહમાં કોરોનાનો એકપણ કેસ રાજકોટમાં નહિ નોંધાતા રાજકોટ વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. તંત્રએ રાજકોટ વાસીની ધીરજ અને લોકડાઉનની ચુસ્ત અમલવારીની પશંસા કરતા જણાવ્યું હતું કે હજુ પણ લોકોનો સહકાર મળતો રહે અને વધુને વધુ લોકો લોકડાઉનનું પાલન કરે તો આવનાર દિવસો માં કોરોનાના કેસમાં રાહત મળી રહે તેમ છે.

Leave a Reply

Your email address will not be published.