///

કીવી ક્રિકેટના પ્રમુખ ગ્રેગ બાર્કેલ બન્યા ICCના નવા અધ્યક્ષ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવી છે. આ તકે ન્યુઝીલેન્ડના ક્રિકેટના પ્રમુખ ગ્રેગ બાર્કલેને ICCના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરનો કાર્યકાળ આ વર્ષે જુલાઈમાં સમાપ્ત થયો હતો, ત્યારબાદ ઇમરાન ખ્વાજાને વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતાં.

બાર્કલે વર્ષ 2012થી ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ડિરેક્ટર રહી ચુક્યાં છે. તેઓ વર્ષ 2015માં ICCના ડિરેક્ટર પણ રહી ચુક્યાં છે.

ICCના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ બાર્કલેએ કહ્યું કે, ICCના અધ્યક્ષ બનવું તે મારા માટે ખૂબ ગર્વની વાત છે. આ તકે મને ટેકો આપવા બદલ હું મારા સાથી ICC ડિરેક્ટરોનો આભાર માનું છું. મને ઉમ્મીદ છે કે, અમે એક સાથે મળીને રમતને સુધારણા માટે પ્રયાસ કરીશું અને દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઇરસમાંથી બહાર નિકળી એક મજબૂત સ્થિતિમાં આવીશુ અને આગળ વધશું.

ઉલ્લેખનિય છે કે BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે, ઇંગ્લેન્ડની ટીમ ચાર ટેસ્ટ, ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મૅચ માટે ભારતનો પ્રવાસ કરશે.

Leave a Reply

Your email address will not be published.