////

લોકડાઉન દરમિયાન પુત્રીનો બોયફ્રેન્ડ અમારી સાથે રહેતો હોવાથી ગ્રોસરીનું બિલ વધી ગયું : ઓબામા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એક ખુલાસો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, લોકડાઊન દરમિયાન મારી પુત્રીનો બોયફ્રેન્ડ અમારા ઘરમાં જ ક્વોરન્ટાઈન થયો હતો અને તેના કારણે મારા ઘરની ગ્રોસરીનું બિલ 30 ટકા જેટલું વધી ગયુ હતુ.

આ ઉપરાંત એક ઓનલાઈન શોમાં બરાક ઓબામાએ કહ્યું હતું કે, લોકડાઉનના કારણે શરુઆતના તબક્કામાં મારી પુત્રી મલિયાનો બોયફ્રેન્ડ અમારી સાથે જ રહેતો હતો. મલિયા ઓબામાની મોટી પુત્રી છે અને તેની ઉંમર 22 વર્ષની છે. તેના બોયફ્રેન્ડનુ નામ રોરી ફર્કુહર્સન છે. ઓબામાએ કહ્યું હતું કે, તેના વિઝાને લઈને ઘણી બાબતો હતી. તેની નોકરી પણ હતી અને એટલે અમે તેને અમારી સાથે રહેવા દીધો હતો. હું પહેલા તો તેને પસંદ નહોતો કરતો પણ તે ઘણો સારો વ્યક્તિ છે.

ઓબામાએ વધુમાં કહ્યું હતું કે, ક્વોરન્ટાઈન સમયમાં મેં મારી બંને પુત્રી મલિયા, સાશા અને રોરી સાથે સારો સમય પસાર કર્યો હતા. મેં તેમને પત્તાની ગેમ રમતા શીખવાડ્યું હતું. જોકે રોરીનું ડાયટ મારી બે પુત્રીઓ કરતા અલગ હતુ. તેના કારણે મારુ ગ્રોસરી બિલ 30 ટકા વધી ગયુ હતુ.

આપને જણાવી દઈએ કે, રોરી અને મલિયા 2017માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન એક બીજાને મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.