મોરબીમાં એક લગ્ન પ્રશ્નગમાં ફાયરિંગ થયું હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઇને અનેક ચર્ચાઓ જાગી હતી મોરબીમાં એક લગ્ન મંડપમાં કેટલાક લોકોએ પોતના ખાનગી હથિયારો માંથી વરરાજા પાસે જબરદસથી ફાયરિંગ કરાવ્યાનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા અનેક ચર્ચાઓ જાગીછે.
પોલીસે પણ સમગ્ર ઘટનાની તપાસ તેજ કરી હોવાના સામે આવ્યુંછે લગ્ન માં વરરાજા જયારે જાનૈયાઓ સાથે ફુલેકામાં નીકળ્યા ત્યારે નજીકનાજ લોકો એ ધરારથી વરરાજા પાસે બંધુકમાંથી ફાયરિંગ કરાવ્યું હોવાનું જાણવા મળી રહ્યુંછે લગ્ન પ્રશ્નમાં બેજવાબદારી પૂર્વક ફાયરિંગ કરી કેટલાક લોકોને જાનહાનિ થાય તેવું કૃત્ય થતા જાનૈયાઓ હેબતાઈ ગયા હતા આને નાસભાગ મચીજવા પામી હતી જોકે નજીકનાજ લોકો એ આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરા માં કેદ કરી વાયરલ કરતા ફાયરિંગ કરનાર લોકો ભોંભીતર બની ગયા હતા.
ઘટનાને લઇ ને મોરબી પોલીસે ક્યારે કોના લગ્ન માં ક્યાં હથિયારો માંથી ફાયરિંગ કર્યું છે ફાયરિંગ કરનાર અને કરાવનાર નસામાં હતા કે કેમ તેની ખાનગી રહે તપાસ શરૂ કરી છે અને નજીકના જ સમયમાં ફાયરિંગ કરનાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી થશે તેમ જાણવા મળી રહ્યું છે.હાલ તો લગ્ન માં વરરાજા કન્યા લેવા ના બદલે ફુલેકા માં ફાયરિંગ ની ઘટના ને લઇ ને વરરાજા ખરેખર ફુલેકે ચડી ગયા હોવા ની ચર્ચા એ જોર પકડ્યું છે.