/

GTUની પરીક્ષા મોકુફ, સ્થિતી થાળે પડ્યા બાદ તારીખો જાહેર થશે

કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે દેશમાં શિક્ષણ વ્યવસ્થા પણ ખોરંભાઇ છે. તેવામાં યુનિવર્સિટીથી લઇને શાળાઓ સુધી તમામ શૈક્ષણિક શિક્ષણ ખોરંભાયુ છે. યુનિવર્સિટીઓ પણ પરીક્ષા મુદ્દે મુંઝવણમાં હતી. ત્યારે કેટલીક યુનિવર્સિટીઓએ પરીક્ષાઓને સ્થગિત રાખી છે. આ ઉપરાંત કેટલીક યુનિવર્સિટીઓએ પરીપત્ર જાહેર નથી કર્યા જેના પગલે વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે કે શિયાળુ સત્રની પરીક્ષાઓ ઓનલાઇન લેવાશે કે ઓફલાઇન. બીજી તરફ ટેક્નીકલ કોલેજોનાં એસોસિએશન વાઇસ ચાન્સેલરે પત્ર લખીને GTUની પરીક્ષા ઓફલાઇનના બદલે ઓનલાઇન લેવા માટેની માગ કરી હતી.

10 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી GTUની ઓફલાઇન પરીક્ષા હાલમાં મોકુફ રાખવામાં આવી છે. તહેવારો બાદ કોરોના કેસની સંખ્યામાં વધારો થતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પરીક્ષા લેવી હિતાવહ નહી હોવાના કારણે બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતી થાળે પડે ત્યારબાદ નવી તારીખ જાહેર કરવાની બાંહેધરી GTU દ્વારા આપવામાં આવી છે. 3 ડિસેમ્બરથી નવા સત્રનો અભ્યાસક્રમ ચાલુ કરી દેવામાં આવશે. તેવું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. જો કે હાલના તબક્કે પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, GTUની પીજીની વિવિધ કોર્સની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ 10 ડિસેમ્બરથી શરૂ થનાર છે. GTUમાં અનેક વિદ્યાર્થીઓને અને કોલેજો દ્વારા પરીક્ષા મોકુફ રાખવા અથવા ઓનલાઇન પરીક્ષા યોજવા માટે રજુઆત કરવામાં આવી છે. યુનિવર્સિટીઓએ પરીક્ષાઓ પાછી ઠેલવા અને જાન્યુઆરીમાં આયોજીત કરવા અથવા ઓનલાઇન લેવાનાં મુડમાં છે. હાલ પરીક્ષાનું આયોજન કોઇ પણ રીતે શક્ય નથી. આ અંગે ટેક્નીકલ કોલેજ એસોસિએશન વાઇસ ચાન્સેલરને પત્ર લખીને GTUની પરીક્ષા ઓનલાઇન યોજવા માટેની અપીલ પણ કરી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published.