//

ગુજરાતમાં હવે એલઆરડી વિવાદ ઉગ્ર આંદોલન તરફ : આવતી કાલે મહેસાણા બંધ

ગુજરાતમાં એલઆરડીના વિવાદીત પરિપત્ર મામલે અનામત બિનઅનામત સમાજ દ્વારા આંદોલનો ચાલી રહ્યા છે. આંદોલનોનો અંત આપવા સરકાર સક્રિય બની છે. સતત આગેવાનો સાથે સરકારે બેઠકોનો દોર શરૂ કર્યો છે. સત્તા આ મામલાને ગમે તેમ કરી સુલજાવવા માંગે છે. પરંતુ અંત આવતો નથી અને આંદોલન ઉગ્ર બનતુ જાય છે. જયારે આવતીકાલે આંદોલનકારીઓએ મહેસાણા બંધનું એલાન આપ્યુ છે. જેણે લઇને સરકાર વધુ હરકતમાં આવી છે.

આંદોલનકર્તાઓએ જણાવ્યુ કે, બંધારણીય અધિકાર આંદોલન સમિતિ દ્વારા ૧૫ ફેબ્રુઆરીનાં રોજ મહેસાણામાં બંધનું એલાન જાહેર કર્યુ છે. આવતી કાલે બીએએએસ દ્વારા મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યુ છે.

વિવાદીત પરિપત્રને રદ્દ કરવા માટે એસસી, એસટી અને ઓબીસી સમાજની યુવતીઓ છેલ્લા ૨ મહિના ઉપરથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર આંદોલન કરી દેખાવ કરી રહી છે. જેથી સમગ્ર એસસી, એસટી અને ઓબીસી સમાજ દ્વારા મહેસાણા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યુ છે. 

Leave a Reply

Your email address will not be published.