///

ગુજરાત ATSએ MD ડ્રગ્સના જથ્થા સાથે 4 આરોપીઓને ઝડપ્યા

ગુજરાત ATSને એમડી ડ્રગ્સને લઈને કરવામાં આવેલા ઓપેરશનમાં મોટી સફળતા મળી છે. જેમાં વલસાડમાં આવેલા ભીલાડની એક હોટેલના પાર્કિંગમાંથી 4 આરોપીઓને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત એટીએસની ટીમે આ આરોપીઓને 2.74 ગ્રામના એમડી ડ્રગ્સના જથ્થા સાથે કબજે કર્યા છે, જે 27 લાખ 43 હજારની કિંમતનું છે.

મળેલ માહિતી પ્રમાણે વલસાડના ભીલાડની એક હોટલમાં એમડી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હતી. ત્યારે ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે આ MD ડ્રગ્સ મુંબઇનો અશરફખાન અને ભરૂચનો સીરાજ સોનવી ડિલીવરી આપવા માટે લઈ આવ્યા હતા. તો સાથે જ ભરૂચનો યાહિયા પટેલ અને સુરતનો તોસિફ તોયલા બંને પાસેથી MD ડ્રગ્સની ડિલીવરી લેવા આવ્યા હતા. ભિલાડની આ હોટેલના પાર્કિંગમાં ડિલિવરી કરી રહ્યા હતા, ત્યારે આ ચારેય આરોપીઓને એટીએસના હાથમાં આવી ગયા હતા.

જોકે આ ડ્રગ્સ મુંબઈથી લાવવવામાં આવ્યું હતું અને સમગ્ર સુરત તથા ભરૂચ શહેરમાં વહેંચવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેવું આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. એટીએસએ ચાર આરોપી સાથે 27 લાખ 43 હજારનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

નોંધનીય છે કે, સુરતમાં મોટાપાયે ડ્રગ્સના કાળા કારોબારનો વેપલો ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સુરત પોલીસ દ્વારા અનેક આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે પકડવામાં આવ્યા છે. તો સાથે જ સુરતમાં વેચાતા ડ્રગ્સનો મોટું કૌભાંડ પણ ખૂલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.