/

કોરોના સામે ગુજરાત ભાજપ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

કોરોના સામે દેશની જનતાના હિત માટે વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનું દેશ વ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનની પરિસ્થિતિના કારણ લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને ધ્યાનમાં રાખી ગુજરાત ભાજપા દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં રહેતા નાગરિકોને આ કુદરતી આફત સમયે કોઈ પણ પ્રકારની મદદ કે માર્ગદર્શનની જરૂર હોય તો તેના માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે તો આ સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે. ભાજપ પ્રદેશ કાર્યાલયનો હેલ્પલાઈન નંબર- 70966 15392 અને 70966 15329 જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારનો પણ હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. સરકાર સંક્રમણના નિવારણ માટે સતત પ્રયત્ન કરી રહી છે જ્યારે ગુજરાતના નાગરિકોના કોઈ પણ મદદ કે માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે.

Leave a Reply

Your email address will not be published.