ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ પ્રધાન રહી ચુકેલા સુંદરસિંહ ચૌહાણનું નિધન થયું છે. તેમના નિધનથી ભાજપમાં શોકની લાગણી ફરી વળી છે. તેમના નિધનને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ છે.
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા સુંદરસિંહ ચૌહાણનું નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું. જેમાં તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, ગુજરાત સરકારના ભુતપૂર્વ પ્રધાન શ્રી સુંદરસિંહ ચૌહાણના અવસાનથી દુ:ખ અનુભવું છું. સદ્દગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સહાનુભૂતિ.
ગુજરાત સરકારના ભુતપૂર્વ મંત્રી શ્રી સુંદરસિંહ ચૌહાણના અવસાનથી દુ:ખ અનુભવું છું. સદ્દગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સહાનુભૂતિ.
— Narendra Modi (@narendramodi) November 12, 2020
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લાની મહેમદાવાદ બેઠક પરથી સુંદરસિંહ ચૌહાણ ચાર ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. સાથે જ ગુજરાત સરકારમાં બે વખત પ્રધાન પણ રહી ચૂક્યા છે. સુંદરસિંહ ચૌહાણ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકાર સમયે શ્રમ રોજગાર પ્રધાન, સમાજ કલ્યાણ પ્રધાન તેમજ સંસદિય સચિવ તરીકે સેવા આપી હતી.