/

ગતિશીલ ગુજરાત : ભાજપના જ નેતાની હોટલમાં ચાલતુ કુટણખાનું ઝડપાયું

સ્ત્રી સશક્તિકરણ મહિલાઓને સન્માનની મોટી મોટો વાતો વચ્ચે ભાજપના નેતાની હોટલ માંથી કુટણખાનું ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. વાત છે જામનગરની ક્યાં શહેરના માધ્ય ભાગે આવેલ પંચવટી સર્કલ નજીક હોટલ ગોલ્ડાન ક્રાઉનમાં કુટણખાનું ચાલે છે તેવી પોલીસને બાતમી મળી હતી અને બાતમી ના આધારે પોલીસ છેલ્લા ઘણા દિવસથી ત્યાં વોચ પણ રાખતી હતી.

જો કે પોલીસને પાકી બાતમી મળતા પોલીસે હોટલમાં ડમી ગ્રાહકો મોકલ્યા અને આ ડમી ગ્રાહક હોટલના રૂમ નંબર 203માં પરપ્રાંતીય યુવતી સાથે મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હોટલ શહેરના ભાજપ ઉપપ્રમુખની છે. ડમી ગ્રાહકને હોટેલના રીસેપ્સન પાસે બેસાડીને દિનેશ નામના શખ્સે તમામ સુવિધાઓ પૂરી પાડી હતી. તેવી હકીકત સામે આવી છે. અને રાકેશ નામનો શખ્સ આ હોટલ ચલાવતો હતો તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનિય છે કે પોલીસે જે હોટેલમાંથી દરોડા પાડીને ત્યાથી કુટણખાનું ઝડપી પાડ્યું તે હોટેલ ભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની છે.

Leave a Reply

Your email address will not be published.