//

ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હીની ચુંટણી માટે અજમાવામા આવશે.

ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હીની ચુંટણી માટે અજમાવામા આવશે.

દેશની રાજધાની નવી દિલ્હીની વિધાનસભાની ચૂંટણી ને હવે ગણતરીના દિવસો બાકી છે. દિલ્હીમાં આપને હરાવીનેભાજપનો ભગવો લહેરાવવા માટે ભાજપના સંત્રીથી લઇને મંત્રી સુધી તમામ નેતાઓએ હાલ દિલ્હીના દરબારને ફતેહ કરવામાટે કવાયત હાથ ધરી છે. ગુજરાત પ્રદેશ ભાજપના પણ એક ડઝનથી વધુ નેતાઓને દિલ્હી વિધાનસભાની જવાબદારીઆપવામાં આવી છે.

ગુજરાતના કેન્દ્રીય મંત્રીથી લઇને રાજ્યના મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પણ દિલ્હીનો દરબાર જીતવાપ્રચાર મેદાનમાં ઉતરી ગયા છે. તો બીજી તરફ સરકારમા રહેલી આમ આદમી પાર્ટીએ પણ દિલ્હીમાં ફરીથી સત્તા પરઆવવા માટે પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે.સામે ભાજપે પણ પોતાના સ્ટાર નેતાઓને મેદાને ઉતાર્યા છે

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાથી દિલ્હી વિધાનસભામાં ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગુજરાત ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહ પણ પ્રચાર મેદાનમાં ઉતર્યાહતા. હવે ગુજરાતના કેન્દ્રીય મંત્રી પુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિનપટેલ પણ ચૂંટણી પ્રચારમાં જવાના છે.

ગુજરાત ભાજપ સંગઠમાંથી પણ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારમાં ગયા છે. ઉપરાંત પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને સાંસદ સી.આર. પાટીલને પણ દિલ્હી વિધાનસભાની પ્રચારસારની જવાબદારીસોંપવામાં આવી છે. પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહમભટ્ટ, જસવંત ભાભોર, સાંસદ પૂનમ માડમ પણ દિલ્હીવિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં સક્રિય છે.ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટીને 67 બેઠક મળી જયારે ભાજપને માત્ર ત્રણ બેઠક જ મળી હતી. લોકસભાનીચૂંટણીમાં ભાજપને સાત સીટ મળી છે. દિલ્હીના ત્રણ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે.

Leave a Reply

Your email address will not be published.