//

SSC અને HSCની પરીક્ષા અટકાવવા સરકારે એપ્લિકેશન કરી લોન્ચ : વાંચો કઈ રીતે કામ કરશે આ એપ

છેલ્લા કેટલાક સમયથી બોર્ડની તેમજ સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ થતી હોવાનું સતત બહાર આવે છે. જેનાં કારણે શિક્ષણ વિભાગ સર્તક થઇ ગયું છે. બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતી તેમજ ચોરી અટકાવવા શિક્ષણ વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેનાં પગલે શિક્ષણ વિભાગ ચોરી અટકાવવા માટે અને ગેરરીતી થતી હોવાથી ટેકનોલોજીનો સહારો લેશે.

શિક્ષણ વિભાગની ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાઓ ૫ માર્ચથી શરૂ થવાના આરે છે. જેના અંતિમ તબક્કામાં શિક્ષણ વિભાગ બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતી અટકાવવા માટે હવે ટેકનોલોજીનો સહારો લેશે. જેના પગલે શિક્ષણ વિભાગે વિશેષ એપ્લિકેશન તૈયાર કરી છે. જે પેપર બોકસ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશનનાં માધ્યમથી શિક્ષણ વિભાગ પરીક્ષાનાં સીલ બંધ કવર તેમજ પરીક્ષા આપનારા વિધાર્થીઓ પર સીધી નજર રાખવાનો પ્રયાસ કરશે. આ એપ્લિકેશનનો દરેક બોર્ડના કેન્દ્વના સ્થળોએ નજર રાખતા નિરીક્ષકોએ ફરિજીયાત પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરીને ઉપયોગ કરવાનો રહેશે.

ગેરરીતી અટકાવવા માટે એપના માધ્યમથી નિરીક્ષકોને શું કરવાનું રહેશે?

  1. પરીક્ષા કેન્દ્વ પર સીલ બંધ બોકસ ખોલતા પહેલા તેના ફોટા પાડીને એપમાં નિરીક્ષકોએ અપલોડ કરવાનાં રહેશે.
  2. વિધાર્થીઓની હાજરી તેમજ ગેરહાજરીની સંખ્યા પણ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહેશે.
  3. પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ બે ફોટોગ્રાફ પેપર બોકસ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશનમાં અપલોડ કરવાનાં ફરજીયાત રહેશે.

Leave a Reply

Your email address will not be published.