////

ગુજરાત પેટાચૂંટણી : પ્રથમવાર સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને ગ્લોવ્ઝ સાથેનું ઐતિહાસિક મતદાન

આજે ગુજરાતમાં કોરોના વાઈરસની વચ્ચે આઠ બેઠકો પર ઐતિહાસિક મતદાન થઇ રહ્યું છે. ત્યારે કોવિડ-19ની તમામ ગાઇડલાઇનનું અનુસરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રથમવાર સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, ગ્લોવ્ઝ સાથે રાજ્યમાં મતદાન થઇ રહ્યું છે. આજે સવારે સાત વાગ્યાથી આ મતદાન શરૂ થઇ ગયુ છે. જેમાં અબડાસા, ધારી, લિંબડી, કરજણ, ઓલપાડ, ગઢડા, ડાંગ, મોરબી વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે.

આજે ગુજરાતમાં આઠ બેઠકો પર કુલ 18,75,032 મતદારો મત આપશે, જેમાં 9,05,170 મહિલા અને 9,69,834 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. કુલ 3024 મતદાન મથક પર મતદારો મતદાન કરશે. કોવિડની માર્ગદર્શિકા મુજબ એક બુથ પર 1500ના બદલે 1000 મતદારો જ મતદાન કરી શકશે. મતદારો માટે 3400 થર્મલ ગન, 41 હજાર N-95 માસ્ક, 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર હેન્ડ ગ્લોઝ કર્મચારીઓ માટે વપરાશે.

આ ચૂંટણીની વિશેષતા એ છે કે, મતદારોમાં કોરોના પોઝિટિવ દર્દી માટે પણ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ દર્દીઓ સાંજે મતદાન કરી શકશે. રાજ્યની આ તમામ આઠ બેઠકો પર મતદારોનું પહેલા ટેમ્પરેચર માપવામાં આવે છે, ત્યારબાદ તેમને ગ્લોવ્સ આપવામાં આવે છે તે બાદ જ મતદાન કરવામાં આવે છે. મતદારોને ઉભા રહેવા માટે થોડા થોડા અંતરે કુંડાળા પણ બનાવવામાં આવ્યા છે. સાથે જ મતદાન માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું અનિવાર્ય છે.

Leave a Reply

Your email address will not be published.