////

ગુજરાત પેટાચૂંટણી: બપોરે 12 કલાક સુધીમાં સરેરાશ 24.60 % થયું મતદાન

આજે ગુજરાતમાં 8 વિધાનસભા બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવશે. રાજ્યની આ પેટાચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. જો કે મતદાનની શરૂઆત થતાંની સાથે જ કેટલાંક સ્થળો પર EVMમાં ખામીની ફરિયાદ ઉઠવા પામી છે. જો કે કોરોનાકાળ દરમિયાન યોજાઇ રહેલા આ મતદાનમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં ચાલી રહેલી 8 બેઠકો પરની પેટાચૂંટણીમાં બપોરે 12 કલાક સુધીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સરેરાશ મતદાનની વાત કરીએ તો કરજણમાં અત્યાર સુધીમાં 22.95 ટકા, ડાંગમાં 39.60 ટકા, કપરાડામાં 17.26 ટકા, અબડાસામાં 22 ટકા, ધારીમાં 16.4 ટકા, મોરબીમાં 24.15 ટકા, ગઢડામાં 21.74 ટકા જ્યારે લીંબડીમાં સરેરાશ 28.59 ટકા મતદાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

તો બીજી બાજુ લીંબડી બેઠક પરની પેટાચૂંટણીમાં ગેડી ગામે બોગસ મતદાનની ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસે પ્રિસાઇડિંગ ઓફિસર અને ડેપ્યુટી કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં એક વ્યક્તિ 5થી વધુ વખત મત આપી રહ્યાં ફરિયાદ કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલ 8 બેઠક પર પેટાચૂંટણીને લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટ કરી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેમાં સીએમ રૂપાણીએ કહ્યું કે, 8 બેઠક પર ભાજપ જીતશે. સમર્પણ, સખત મહેનત, વિકાસ ભાજપને જીત અપાવશે.

Leave a Reply

Your email address will not be published.