/

ગુજરાત CBIના જ અધિકારીએ બાખડ્યા જાણો સમગ્ર ઘટના

ગાંધીનગરમાં સીબીઆઇની ફરજ બજાવતા દિલ્હીથી આવેલા સિનિયર અધિકારીએ પોતાની ચેમ્બરમાં સીબીઆઇ ઇન્સેપેકટરની કોઇ વાતે વિવાદ થતી ધોલાઇ કરી હતી. આ મામલો વધુ બિચકાતા દિલ્હી ખાતે પહોંચયો છે. દિલ્હીમાં જોઇન્ટ ડાયરેકટર દ્વારા સંબંધિત અધિકારી સામે પગલા ભરવા માટે ડાયરેકટરે ભલામણ કરી છે. આમ સીબીઆઇના સિનિયર અધિકારી દ્વારા ઇન્સેપેકટ કક્ષાના અધિકારીની ધોલાઇ થતા ઘટના સ્થળે મોજુદ દરેક પોલીસ કર્મીઓ દંગ રહી ગયા હતાં. જો કે આ મામલે સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાઓએ જોર પકડયુ છે.

સતત વિવાદોમાં ઘેરાયેલી સીબીઆઇએ ગયા વર્ષે બિટકોઇન કેસમાં પાંચ કરોડનો તોડ કરતા પોતાના સીબીઆઇના અધિકારીને પકડી પાડયો હતો. દિલ્હીથી બઢતી મેળવી આવેલા સીબીઆઇના ઉચ્ચ અધિકારીને પોતાની સત્તાનો દૂરઉપયોગ કર્યો છે. તેમનો અમાનવીય વર્તન કે પછી ગાલી-ગલોચ, કે સામાન્ય ઇન્સેપેકટરને પોતે ગુસ્સે થઇને સત્તાના મોહમાં આંધળા બનીને માર મારવુ કેટલું વ્યાજબી છે? જો સામાન્ય ઇન્સ્પેકટર સાથે આ રીતનું વર્તન થાય તો પછી સામાન્ય નાગરિક સાથે તો શું ના થાય?

Leave a Reply

Your email address will not be published.