//

ગુજરાત કોંગ્રેસના મુખ્યપ્રવક્તા મનીષ દોશીએ ભાજપા પર કર્યા આકરા પ્રહાર, કહ્યું સરકાર જાહેરાત નહીં પણ જાહેર હીતને ધ્યાનમાં લે!

• જાહેર વિતરણ (PDS) વ્યવસ્થામાં ઠેરઠેર ગરીબ-સામન્ય લાખો પરિવારો હેરાન-પરેશાન થયા.
• જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા અનાજની ઓછી ગુણવત્તાવાળું (સડેલું) અને એક કે બે જ વસ્તુ આપવાની વ્યાપક ફરિયાદો સામે સરકારી તંત્ર ઊંઘી રહ્યું છે.
• વિચરતી-વિમુક્ત સમુદાયો, દલિત સમાજના લોકો, શહેરી ગરીબ, આદિવાસીઓ વગેરે જેવા લાખો લોકોનું નામ રેશનકાર્ડમાંથી બાકાત.
• ભાજપ સરકાર ગરીબો અને સામાન્ય પરિવાર પ્રત્યે કપરા સમયમાં ભેદભાવ રાખ્યા વગર “અન્ન એ સૌનો અધિકાર ”ને અમલમાં મુકે.

ગુજરાત અને દેશ વૈશ્વિક મહામારી કોરોના સામે દરેક તબક્કે લડાઈ લડી રહ્યો છે ત્યારે ૨૫મી માર્ચે મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે “શ્રમિકો- ગરીબ વર્ગને વિનામૂલ્યે અનાજ, તેલનું વિતરણ કરવામાં આવશે” જેના પગલે ૧ એપ્રિલનાં કરવામાં આવેલ અનાજ વિતરણમાં ઘોર બેદરકારી અને જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટાપાયે ગરબડી થઈ હતી જેથી ભાજપ સરકાર પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મુખ્યપ્રવકતા ડૉ.મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા હતા… તેઓએ જણાવ્યું કે જાહેર વિતરણ (PDS) વ્યવસ્થામાં ઠેરઠેર ગરીબ-સામન્ય લાખો પરિવારો હેરાન થઇ રહ્યા છે. સાથોસાથ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા અનાજની ગુણવત્તા સદંતર ઊતરતી (સડેલું અનાજ) મળી રહી હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી છે. મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે અનાજ,ઘઉં, ચોખા,દાળ, તેલ ,મીઠું દરેક ગરીબોને આપવામાં આવશે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં ગરીબોને માત્ર બે કે ત્રણ વસ્તુ જ આપવામાં આવી રહી છે.

ડો. મનીશ દોશીએ કહ્યું કે રાજ્યના ૬૦ લાખ પરિવારોને એટલે કે સાડા ત્રણ કરોડ નાગરિકોને આ જાહેરાતથી લાભ થશે, લાભાન્વિત થશેની ગુલબાંગો પોકારતા મુખ્યમંત્રીને પુરવઠા મંત્રીએ સાચો આંકડો આપ્યો જ નથી. સરકાર ફકત ઓનલાઈન યાદીમાં સમાવેશ રેશનકાર્ડ ધારકોને જ વિનામૂલ્યે અનાજ આપવાની છે. સમગ્ર ભારત દેશમાં રેશનકાર્ડ ધારકોને NFSAમાં સમાવવા ફોર્મ ભરવામાં આવેલા હતા. ગુજરાતમાં પણ NFSAનાં ફોર્મ રેશનકાર્ડ ધારકોએ ભરેલા પરતું વર્ષ ૨૦૧૪માં મોદી સરકારનાં સત્તામાં આવ્યા પછી ગુજરાતના લાખો રેશનકાર્ડ ધારકોને આ NFSAમાંથી બાકાત કરવામાં આવ્યા હતા. અન્ન સુરક્ષાનો કાયદો ૨૦૧૩માં પસાર કરવામાં આવ્યો હતો અને ગુજરાત સહિત આઠ રાજ્યોએ આ કાયદાનું ૨૦૧૬ના સુપ્રીમ કોર્ટના ઑર્ડર સુધી અમલીકરણ નહોતું કર્યું.” ૨૦૧૩ બાદ રાજ્યોએ તમામ જરૂરિયાતમંદોનો સમાવેશ થાય એ રીતે એક નવી યાદી બનાવીને NFSA કાર્ડ ઇસ્યૂ કર્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટના ઑર્ડર બાદ રાજ્યને તાબડતોડ આ કાયદો અમલ કરવાનો આવ્યો ત્યારે ગુજરાત રાજ્યે નવી યાદી બનાવવાની જગ્યાએ ૨૦૧૧ની Socio-Economic Caste Census (SECC)ની યાદી પ્રમાણે NFSA કાર્ડ ઇસ્યૂ કર્યાં, જે બાદ ઘણી ફરિયાદો પણ ઊઠી હતી સાથોસાથ ખૂબ જ જરૂરિયાતમંદ એવા વિચરતી-વિમુક્ત સમુદાયો, દલિત સમાજના લોકો, શહેરી ગરીબ, આદિવાસીઓ વગેરે જેવા ઘણા લોકોનું નામ NFSAમાં આવ્યું ન હતું. આ યાદીને પડકારતા અનેક દાવા અરજીઓ મામલતદાર કચેરીઓમાં ધૂળ ખાઈ રહી છે

તેઓએ કહ્યું કે ભાજપ સરકારનાં આ પગલાને કારણે જે લોકો વર્ષોથી બે રૂપિયે કિલો ઘઉં ખાતા હતા એવા શ્રમિકો-ગરીબોમાંથી ૫,૬૨,૬૫૦ લોકોને આ વૈશ્વિક મહામારીમાં અનાજ વગર રહેવાનો સમય આવ્યો છે. ૩,૪૦,૯૧૧ બીપીએલ કાર્ડધારકો પરિવારો જેની જનસંખ્યા પ્રમાણે ૧૫,૦૯,૩૦૬ ગરીબ નાગરિકોને ભાજપ સરકારનાં અણઘડ વહીવટએ પગલે NFSAમાં સમાવેશ થયો નથી એજ પ્રમાણે લાખો એપીએલ-1 જે ગરીબી રેખા હેઠળ જ આવે એવા રેશનકાર્ડ ધારકો બાકાત રાખવામાં આવ્યા ગુજરાતમાં ભાજપ સરકારની પોલ ન ખુલે તે માટે અને ગુજરાતમાં ગરીબોની સાચી સંખ્યા બહાર ન આવે તે માટે સુપ્રીમ કોર્ટનાં આદેશ છતાં વર્ષ ૨૦૧૨થી ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોનું સર્વે કર્યો નથી. તેના કારણે લાખો સાચા ગરીબ પરિવારોને તેમના મળવા પાત્ર લાભોથી વંચિત રહે છે. ભાજપ સરકાર NFSAમાં ન સમાવી પોતાનું ગરીબો પ્રત્યેનું અસંવેદનશીલ વલણ છતું કર્યું છે

કોરોના મહામારીમાં ભાજપ સરકારે ગુજરાતનાં લાખો પરિવારોને અન્નના અધિકારથી વંચિત કરવાનું કાવતરું કર્યું છે જે ખુલ્લું પડી ગયું છે ત્યારે ભાજપ સરકાર ગરીબો – સામાન્ય પરિવાર પ્રત્યે કપરા સમયમાં ભેદભાવ રાખ્યા વગર “અન્ન એ સૌનો અધિકાર ”ને અમલમાં મુકે

Leave a Reply

Your email address will not be published.