///

ગુજરાત કોંગ્રેસના 30 નેતાઓએ દિલ્હી ચૂંટણી પ્રચારમાં કંગાળ પ્રદર્શન કર્યું હતું કે જૂથવાદ નળી ગયો?

દિલ્હી  વિધાનસભાચૂંટણી ના પ્રચારમાટે મવડી મંડળે ગુજરાત કોંગ્રેસ ના 30 જેટલા નેતાઓ ને દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માં ઉતાર્યા હતા જેમાંથી મોટાભાગ ના મોટા ગજા ના નેતા હતા આ નેતાઓ એ ભૂતકાળ માં ગુજરાત માં ચૂંટણી પ્રચાર કરતી વખતે પોતે પણ હારી ગયેલા છે અને પેટા ચૂંટણી ના પરિણામો માં પણ કાંઈ ઉકાળી નથી શક્યા તેવા નેતાઓ સામે અનેક સવાલો ઉભા થયા છે.

દિલ્હી વિધાનસભા ની ચૂંટણી માં કોંગ્રેસે બે ડઝન થી વધુ નેતાઓ પ્રચાર માં હતા તેમ છતાં કોંગ્રેસને બેકફૂટ પર જવું પડ્યું છે તેના મુખ્ય કારણો જોવા જઈ  એ તો વર્ષો થી પેધી  ગયેલા નેતાઓ પોતાની મનમાની અને જુથવાદી વલણ અપનાવી રહ્યા છે જેના કારણે તેનો લાભ ભાજપ અને આમ આદમી પાર્ટી ને મળી ગયો છે દિલ્હી વિધાનસભા ચૂંટણી માં ભાજપ ની વોટબેન્ક માં મસમોટો વધારો થયો છે કારણ કે પ્રચાર કરવા ગયેલા નેતા પ્રચાર કરવા કરતા પોતાની તાનાશાહી નીતિ અપનાવી અને જુનિયર આગેવાનો ને પછાડવા ની કોશિશ કરતા હોઈ તેવું લાગી રહ્યું હતું જોકે ભાજપ  ભલે દિલ્હી માં વધુ સીટ મળી હોઈ પરંતુ લોકો ના હૃદય માં કેજરીવાલે સ્થાન જાળવી રાખ્યું હતું તેનો લાભ કેજરીવાલ સરકાર ને મળ્યો હતો.

કોંગ્રેશ આજ ના પરિણામ પર થી મનોમંથન કરી અને પેધી ગયેલા નેતા ની કામગીરી  કરતા યુવા નેતૃત્વ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તેમાંકોઈ શંકા ને સ્થાન નથી ગુજરાત માં કોંગ્રેશ સંપૂર્ણ પણે બેકફૂટ પર છે ,ધીરેધીરે કોંગ્રેસ મા ધોવાય રહી છે ત્યારે કોંગ્રેસે ચિંતન શિબિરો અને આત્મમંથન કરતા યુવા વર્ગ ને ધ્યાને લઇ યુવાનો ને આગળ લાવે તો યુવા વર્ગ ને આર્કષિત કરી લોકો ની વચ્ચે જઈ લોકો ના પ્રશ્નો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા ની હવે જરુરિયાત લાગે છે જે હોઈ તે હાલ તો દિલ્હી ના પરિણામ જોઈ ને આજે થી કોંગ્રેસે જાગ્યા ત્યાંથી સવાર કરી ને નવે નાકે દિવાળી કરી લેવા ની જરુરી  છે કારણ કે આગામી દિવસો માં ગુજરાત માં સ્થાનિક સ્વારાજ ની ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે  જોકે ભાજપ ને જેટલી સીટો મળી તે બોનસ છે અને ખુશ થવા કરતા આત્મમંથન કરી જુથવાદી માંથી પણ બહાર  આવવા ની જરૃર જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published.