///

ગુજરાત કોંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું, રાજ્યના લોકો માટે કરી ભલામણ

ગુજરાત કોંગ્રેસ દ્વ્રારા રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.. તો આવેદન પત્રમાં ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોને એપ્રિલ, મે અને જૂન મહિનાનું રેશન મફત આપવા રજૂઆત કરવામાં આવી હતી.. દરમિયાન ગુજરાત કોંગ્રસના પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત અન્ય કોંગીં નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરતના તમામ ગરિબ પરિવારોને 3 મહિના માટે રોકડ કે કેશડોલ આપવામાં તેવી અપીલ કરાઈ હતી.. સાથેજ સંગ્રહ ન થઈ શકે તેવી ખેતપેદાશો, દુધના વેચાણ માટેની સુનિશ્ચિત વ્યવસ્થા કરવા માટે અપીલ કરાઈ હતી.. ખેડૂતો, સ્વરોજગાર અને નાના વેપારીઓ તથા તમામ પ્રકારના લોનના હપ્તાઓની મુદ્દત 30 જૂન સુધી વધારી તમામ વ્યાજમાંથી છૂટ આપવા રજૂઆત કરાઈ હતી. મેડીકલ અને પેરામેડિકલ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને PPE આપવાની ભલામણ કરાઈ હતી. ફક્ત લોકડાઉન નહીં પરંતુ વ્યાપક પ્રમાણમાં કોરોના ટેસ્ટ કરવા સરકારને અપીલ કરી હતી.. તમામ હોસ્પિટલમાં કોરોના સીવાયના દર્દીઓ માટે OPD 24 કલાક કાર્યરત કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.

સાથેજ તમામ શૈક્ષણિક સ્તરે માસ પ્રમોશન આપવાની પણ રજૂઆત કરાઈ હતી.. ગુજરાત બહાર ફસાયેલા લોકોને સહાય કરવામાં આવે અને તેમને વહેલી તકે ગુજરાતમાં પરત લાવવામાં આવે, 30 જૂન સુધી વીજ બીલ, પાણી વેરા, સ્થાનિક વેરા સહિતના વેરામાંથી મુક્તિ આપવાની પણ અપીલ કરવામાં આવી હતી. કોંગ્રસે મનરેગામાં કામ કરતા ખાતા ધારકોને 30 જૂન સુધી વેતન આપવાની રજૂઆત કરી છે અને તમામ શૈક્ષણિક સ્તરની આગામી ફી માફ કરવાની પણ ગુજરાત કોંગ્રેસ દ્વ્રારા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.