//

દિલ્હી શિક્ષકોનાં સમર્થનમાં ગુજરાત કોગ્રેંસ

દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો પોતાની માંગ પુરી કરવા માટે સરકાર સામે મોરચો માંડીને ધરણા પર ઉતરી ગયા છે. જેની ગંભીર અસર વિધાર્થીઓ ભવિષ્ય પર પડી રહી છે. વિધાર્થીઓને અભ્યાસક્રમ બગડી રહ્યો છે. જેને લઇને કોંગ્રેસના પ્રવકતા મનીષ દોષીએ દિલ્હીમાં શિક્ષકોનાં ધરણા અંગે નિવેદન આપ્યુ છે.

મનીષ દોષીએ નિવેદન આપતાં જમાવ્યુ કે, શિક્ષકોની માંગ વ્યાજબી છે. જેને લઇને કોંગ્રેસ શિક્ષકોનું સર્મથન કરીને ટેકો આપી રહી છે. ભાજપની સરકારમાં શિક્ષકોને મળવામાત્ર લાભો નથી મળી રહ્યા. શિક્ષકો સાથે અન્યાય થઇ રહ્યો છે. શિક્ષકોનું કામ વિધાર્થીઓને સારુ શિક્ષણ આપવાનું હોય છે. જેના બદલે શિક્ષકો પાસે અન્ય ૬૪ પ્રકારની કામગીરી કરાવી શિક્ષકોનું શોષણ કરવામાં આવે છે. શિક્ષકોને ફિકસ પગારના નામે અન્યાય કરવામાં આવે છે. તેમજ સરકારી કાર્યકમોમાં ભીડ એકઠી કરવા માટે હાજર રહેવા માટેનો શિક્ષકો પર ફતવો જાહેર કરે છે.વધુમાં મનીષ દોષીએ જમાવ્યુ કે, જુની પેન્સન યોજના તેમજ પગાર ધોરણનો લાભ પણ શિક્ષકોને મળવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published.