//

Breaking News : ગુજરાત કોંગ્રેસે 5 ગદ્દાર ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા

ગુજરાત કોંગ્રેસમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે તેને લઇને કોંગ્રેસના ધારાસભ્યોમાં વિવાદ ચાલી રહ્યો છે કોંગ્રેસ ના નિસાન પાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ધારાસભ્યોએ પક્ષ સાથે રાતોરાત છેડો ફાડતા ગુજરાત કોંગ્રેસે કલાક વલણ અપનાવીને રાજીનામાં આપનાર ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેતા રાજકારણ ગરમાયુ છે.

બે દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્યો વહેંચાય ગયાની વાતો વહેતી થઇ હતી તેની વચ્ચે અબડાસાના પદ્યુમ્નસિંહ જાડેજા સુરેન્દ્રનગરના સોમા ગાંડા ચલાલાના જે.વી.કાકડિયા ગઢડાના પ્રવીણ મારું અને ડાંગના મંગળ ગાવિત દ્રારા કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી અને રાજ્યસભામાં મોટી હાર આપવા ભાજપ સાથે હાથ મિલાવી લેનાર પાંચેય ધારાસભ્યોને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ સસ્પેન્ડ કરી દીધા નું સામે આવ્યું છે.  

Leave a Reply

Your email address will not be published.