///

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીનું ગણિત 4 માંથી 3 બેઠક કઈ રીતે જીતી શકે ભાજપ ?

અત્યારની સ્થિતિએ 179 જેટલી સીટ ખાલી છે જેટલી સીટ ખાલી હોય એમાં ૧ ઉમેરીને તેને ૪ વડે ભાગવામાં આવે છે ૪ બેઠક જીતવા માટે પ્રતિ બેઠક ૩૫.૫ મત જોઇએ હાલ કોંગ્રેસ પાસે પોતાની ૭૪ બેઠક અને બે અપક્ષ એમ કુલ ૭૬ મત છે એટલે ૩૫.૫ મતના ક્રાઇટેરિયા પ્રમાણે કોંગ્રેસને બે સીટ મળી શકે એમ છેજો ભાજપ તોડ જોડ કરીને કોંગ્રેસના ૧૦ ધારાસભ્યોને ગેરહાજર રખાવે તો કોંગ્રેસના ૬૬ મત થઇ જાય.

ગેરહાજર રહેલા સભ્યોને બાદ કર્યા પછીની સંખ્યા પ્રમાણે ગણતરી કરવાની રહે એટલે ૧૬૯ને ૪થી ભાગતા ૩૩.૪ મત થાય તો કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી શકે ભાજપનું આ ગણિત જો સફળ થાય તો કોંગ્રેસને માત્ર એક જ સીટ મળે અને ગુજરાની ત્રણ બેઠકો ભાજપ લઇ જાય ત્યારે કોંગ્રેસ પણ બે દાવો કરી રહી છે હવે કોંગ્રેસનું ગણિત અને ભાજપાના ગણિત તરફ લોકોની મીટ મંડાણી છે.

Leave a Reply

Your email address will not be published.